દિયોદર : નિવૃત આર્મી જવાનોએ પોલીસને સાથ સહકાર આપવા તૈયારી દર્શાવી

0
11
દિયોદર કોરોના વાઇરસ ના કારણે ૨૧ દિવસ સુધી કર્ફ્યું લગાવવામાં આવ્યો છે જેમાં લોકો દિવસ દરમિયાન લોક ડાઉન બંધ ના કારણે સાવચેતી ના ભાગરૂપે બહાર ના નીકળી એક સંદેશો આપી રહ્યા છે દિયોદર આરોગ્ય વિભાગ ,પોલીસ જવાનો ,મીડિયા કર્મીઓ કોરોના વાઇરસ વચ્ચે પોતાની ફરજ નિભાવી રહ્યા છે જેમાં અનેક સેવાભાવી લોકો દ્વારા પણ સેવા માં જોડાઈ એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં દિયોદર માં નિવૃત થયેલ રાવણા રાજપૂત સમાજ ના આર્મી જવાનો એ પણ ગમે તે સમય જરૂર પડે ત્યારે પોલીસ ને સાથ સહકાર આપવા તૈયારી  દર્શાવી છે નિવૃત જવાન વસંત પરમારે જણાવેલ કે અત્યારે આપણે પોલીસ તંત્ર ને સહકાર આપવાનો છે આવા સમય લોકો ઘર બહાર ના નીકળે અને સાવચેતી રાખે અમો આર્મી જવાન છીએ અમો પોલીસ તંત્ર ને મળી ગમે તે સમય જરૂર હશે તો અમો મદદ માટે તૈયાર છીએ.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here