ભાવનગર : રિટાયર્ડ Dyspના પુત્રએ પત્ની અને બે દીકરીઓ સાથે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી જિંદગી ટૂંકાવી

0
5

ભાવનગરના વિજયરાજનગરમાં સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા અને બે દીકરીઓ નદીનીબા (ઉં.વ.18) અને યશસ્વીબા (ઉં.વ.11) સાથે સામુહિક આપઘાત કર્યો છે. રિવોલ્વરમાંથી તમામે ફાયરિંગ કરી જિંદગી ટૂંકાવી લીધાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, એક જ રિવોલ્વરમાંથી પરિવારના ચાર સભ્યો કેવી રીતે ફાયરિંગ કરી આત્મહત્યા કરી શકે તે મુંઝવતો સવાર પોલીસમાં ઉઠ્યો છે.

ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા
(ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા)

 

મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડવા આવ્યા

પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તમામના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. રિટાયર્ડ Dyspના પુત્રએ પરિવાર સાથે સામુહિક આપઘાત ક્યાં કારણોસર કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આસપાસમાં રહેતા લોકોની પણ પૂછપરછ હાથ ધરી નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી છે.

રિટાયર્ડ Dysp રાષ્ટ્રપતિ મેડલ વિજેતા છે
(રિટાયર્ડ Dysp રાષ્ટ્રપતિ મેડલ વિજેતા છે)

 

નરેન્દ્રસિંહને રાષ્ટ્રપતિ મેડલ મળ્યો છે

રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાને રાષ્ટ્રપતિ મેડલ પણ મળ્યો છે. પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પરિવાર સાથે સામુહિક આપઘાત કરી લેતા સગા-સંબંધીઓ અને નજીકના પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.