Monday, January 24, 2022
Homeભાવનગર મહાપાલિકાના નિવૃત્ત અધિકારી 3 દિવસના પોલીસ રિમાન્ડ પર
Array

ભાવનગર મહાપાલિકાના નિવૃત્ત અધિકારી 3 દિવસના પોલીસ રિમાન્ડ પર

ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં ફરજ બજાવતા અને હાલ નિવૃત્ત પૂર્વ અધિકારી સામે ભાવનગર એસીબીએ અધિકારીની કાયદેસરની આવક કરતા વધુ એક કરોડની આવક સામે આવતા તેઓ સામે અપ્રમાણસર મિલકત સબંધી ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી રિમાંન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરાતા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. જ્યારે અધિકારી પાસે નાણા ક્યાથી આવ્યા અને કોણે પુરા પાડયા તેની તપાસ હાથ ધરવામાં આવશે.

અધીકારીની ધરપકડ બાદ કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા કાર્યવાહી, રૂપીયા ક્યાથી આવ્યા અને કોણે આપ્યા..તેની તપાસ હાથ ધરાશે.

જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોને અરજી મળી હતી કે, મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કાર્યપાલક ઇજનેર અને હાલ નિવૃત્ત રાજેન્દ્ર ગણપતભાઇ શુક્લએ કાયદેસરની ફરજના ભાગરૂપે મળતા પગાર ભથ્થા ઇત્યાદિ કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણિત રીતે ભ્રષ્ટ રીત-રસમોથી કરોડો રૂપિયાની જમીનો, મિલકતો અને સાધનો પોતાના તેમજ તેમના આશ્રીતોના નામે ખરીદ કરેલ છે. જેને લઇ એસીબીના પીઆઈ વાઘેલા સહીતના સ્ટાફે પ્રાથમિક તપાસ હાથ ધરી નિવૃત્ત કાર્યપાલક ઇજનેર તેમજ તેમના આશ્રિતોના મિલકત સબંધી દસ્તાવેજી પુરાવાઓ, બેંક ખાતાઓ, વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવી તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ એસીબીના નાણાંકિય સલાહકાર દ્વારા કરવામાં આવતા તેઓએ પોતાની હોદ્દાની રૂએ ફરજ દરમિયાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક ૧,૪૧,૪૮,૪૩૬ની સામે તેઓએ કરેલ કુલ ખર્ચ-રોકાણ ૨,૪૫,૩૦,૧૮૭ થતા તેઓએ રોકાણ-ખર્ચમાંથી મેળવેલ કાયદેસરની કુલ આવક કરતા રૂા.૧,૦૩,૮૧,૭૫૧ (૭૮.૮૯%) જેટલી વધુ જોવા મળી હતી જેને લઇ નિવૃત્ત કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર ગણપતભાઇ શુક્લ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧૩(૧)(બી) તેમજ ૧૩(૨), ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧૩(૧)(ઇ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

દરમિયાન ગઈકાલે અધીકારીને હસ્તગત કરી લઈ ગાઈડલાઈન અનુસાર કોરોના ટેસ્ટ કરાવાયો હતો જે નેગેટીવ આવતા રાજેન્દ્ર શુકલની સાંજે ૫.૦૦ કલાકના સુમારે ધરપકડ કરી લેવામાં આવી હતી બાદ આજે એસીબીના પીઆઈ વાઘેલા સહીતના સ્ટાફે અધીકારી સામે ૨૦૧૮ની સાલમાં ટ્રેપ થયેલ હોય અને સહકાર ન આપતા હોવાના પગલે તેની પાસે નાણા ક્યાથી આવ્યા અને કોણે પુરા પાડયા છે. તેમજ અન્ય કોઈની સંડોવણી છે કે નહી તેની તપાસ અર્થે રિમાન્ડની માગણી સાથે ભાવનગરના ત્રીજા એડીશનલ સેસન્સ જજશ્રી એ.બી.ભોજકની અદાલતમાં રજુ કરતા નામદાર કોર્ટે નિવૃત અધીકારીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular