ઘટસ્ફોટ : ક્રિકેટર ઇરફાન પઠાણે ટીમના કેપ્ટન વિરાટ કોહલી અંગે નવો ઘટસ્ફોટ કર્યો

0
5

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે ટીમના કેપ્ટન વિરાટ કોહલી અંગે નવો ઘટસ્ફોટ કર્યો છે. પઠાણે કહ્યું કે આપણે જ્યારે સ્વિંગ બોલિંગની વાત કરીએ ત્યારે વિરાટ કોહલી એ એક એવો બેટ્સમેન છે જે મિશેલ જોન્સન જેવા દિગ્ગજ બોલર્સ સામે રમતા ભયભીત થતો નથી. પરંતુ જેમ્સ એન્ડરસનવી સ્વિંગ બોલિંગની સામે કોહલી હંમેશા અસમંજસમાં મુકાય છે. ઇરફાન પઠાણે આ વાત પ્લેફિલ્ડ મેગેઝીનમાં પોતાના અહેવાલમાં લખી હતી.

પઠાણે વધુમાં કહ્યું હતું કે કોઈપણ બેટ્સમેન સ્વિંગ થતી બોલને રમવા ઇચ્છતો નથી, ભલે એની ટેકનિક બધાથી સારી કેમ ન હોય? જો તમે વિરાટ કોહલી અંગે પૂછશો તો એ ક્યારેય પણ મિશેલ જોનસનની બોલિંગથી ભયભીત થતો નથી. કારણ કે કોહલીને ખબર છે કે જોન્સનની બોલ હંમેશા લાઈનમાં આવશે. પરંતુ એન્ડરસન વિરૂદ્ધ હંમેશા કોહલી મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે.

ઇરફાન પઠાણે પ્લેફિલ્ડ મેગેઝીનમાં ચર્ચા કરી
ઈરફાન પઠાણે કહ્યું હતું કે ક્રિકેટ જગતમાં એવો એકપણ બેટ્સમેન નહીં હોય જે સ્વિંગ બોલિંગ સામે આરામથી રમી શકે, દરેકને થોડી ઘણી મુશ્કેલીઓ તો સર્જાતી જ હોય છે. સ્વિંગ એક એવો પ્રશ્ન છે જે દરેક ખેલાડીને અઘરો લાગતો હોય છે. જ્યાં વિકેટ પણ સરળતાથી મળવાના એંધાણ હોય છે. ઇરફાન પઠાણે આ વાત પ્લેફિલ્ડ મેગેઝીનમાં પોતાની કોલમમાં લખી હતી.

આંકડાઓની દ્રષ્ટીએ જોવા જઈએ તો વિરાટ કોહલીનો 2014 પ્રવાસ સૌથી ખરાબ રહ્યો હતો. આ ટેસ્ટ શ્રેણીમાં એન્ડરસને વિરાટ કોહલી સમક્ષ ઘણી મુશ્કેલીઓ ઊભી કરી હતી. તેના વિપરિત કોહલીએ ઓસ્ટ્રેલિયા ટૂરમાં મિશેલ જોન્સન જેવા બોલરની વિરૂદ્ધ આક્રમક બેટિંગ કરી હતી. આ શ્રેણીમાં કોહલીએ 4 સદી નોંધાવી હતી.

ફાસ્ટ બોલરની કારકિર્દી અંગે જાણ કરી
એક ફાસ્ટ બોલરને કોઈ ગેરન્ટી હોતી નથી કે એને માત્ર બોલિંગની સહાયતાથી વિશ્વ ક્રિકેટમાં સારુ નામ પ્રાપ્ત થશે. રિષભ પંત અને જોસ બટલરનું ઉદાહરણ આપતા પઠાણે કહ્યું હતું કે નવી પેઢીના ક્રિકેટરોમાં હવે ફાસ્ટ બોલર્સનો ભય રહ્યો નથી. આ બંને ખેલાડીઓ આક્રમક બેટિંગ માટે જાણીતા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રિષભ પંતે એન્ડરસનની સ્વિંગ બોલિંગ સામે રિવર્સ શૉટ માર્યો હતો. T20 શ્રેણીમાં પણ એણે એક આવો શૉટ જોફ્રા આર્ચરની બોલ પર માર્યો હતો.

પઠાણે વધુમાં જણાવ્યું કે અત્યારે ઉપકરણો આધુનિક થઈ ગયા છે, જેથી ખેલાડીઓ લોન્ગ-લોફ્ટ શૉટ મારતા ભયભીત થતા નથી. જો બોલ અને બેટનો સંપર્ક સારો થયો તો અવશ્ય સિક્સ અથવા ફોર જશે. ક્રિકેટ રમવા માટે યોગ્યતાની જરૂર છે, વિશ્વાસ રાખો સ્વિંગ પણ એક સારો વિકલ્પ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here