અમદાવાદ : મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઇએ શીલજના બંગલોમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

0
5

અમદાવાદ. રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ અને કેમિકલના વેપારી એવા ગૌતમભાઈ પટેલે આજે સવારે શીલજ ખાતે શાલીન બંગલોઝમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે બોપલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા

અમદાવાદ ગ્રામ્ય DYSP કે.ટી. કામરિયાએ CN24NEWS સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગૌતમભાઈ પટેલે પોતાના ઘરે ઉપરના માળે જઈ ગળાફાંસો ખાધો હતો. અગમ્ય કારણોસર તેઓએ આત્મહત્યા કરી છે. આત્મહત્યા સમયે તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા. ઘરમાંથી સૂસાઈડ નોટ મળી આવી નથી. તેમણે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

સવારે 10.30 વાગ્યે ઉપરના માળે ગયા અને આપઘાત કર્યો

મૃતક ગૌતમભાઈ પટેલનો કેમિકલનો વ્યવસાય હતો અને પુત્ર પણ સાથે જોડાયેલો હતો. ઘરમાં પત્ની, પુત્ર અને પુત્રવધૂ છે. આજે સવારે 10.30 વાગ્યાની આસપાસ ગૌતમભાઈ ઉપરના માળે રૂમમાં ગયા હતા અને ગળાફાંસો ખાઈ લીધો હતો. 15-20 મિનિટ બાદ તેમના પત્ની ઉપર રૂમમાં ગયા અને દરવાજો ખોલી જોયું તો ગૌતમભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનોના નિવેદન વગેરે લઇ આપઘાતનું કારણ જાણવા બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here