ચાઇના અને યુરોપ દેશએ સિંગદાણાના બદલે સિંગતેલની ખરીદી કરતા ડિમાન્ડ વધી, રાજકોટ યાર્ડમાં સવા લાખ ગુણીની આવક.

0
11

રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ છે. એક જ દિવસમાં 1.25 લાખ મગફળીની આવક થઈ છે. દિવાળીના તહેવાર અને શિયાળુ પાકના વાવેતરને લઈને ખેડૂતો મગફળી ઓપન માર્કેટમાં વેચાણ કરી રહ્યાં છે. યાર્ડમાં હાલ 850થી 1040 રૂપિયા મગફળીના ભાવ બોલાયા હતા. મહત્વનું છે કે ચાઇના અને યુરોપ જેવા દેશોએ સિંગદાણાનાં બદલે સિંગતેલની ખરીદી કરતા ડિમાન્ડ વધી છે.

દિવાળી સુધી રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી લાવી શકાશે નહીં

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં યાર્ડનો દરવાજો ખોલતાં જ યાર્ડ મગફળીથી ઉભરાઇ ગયું હતું. માત્ર ચાર કલાકમાં જ 1.40 લાખ ગુણી મગફળીની આવક થઈ હતી. માલ રાખવાની જગ્યા ન હોવાથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દિવાળી સુધી મગફળી લાવી શકાશે નહીં.

ચાઈના-યુરોપ દેશ દ્વારા સિંગદાણાના બદલે સિંગતેલની ખરીદી કરતા ડિમાન્ડ વધી

છેલ્લા બે દિવસમાં સિંગતેલના ભાવમાં 70થી 90 રૂપિયાનો વધારો થયો છે. ચાઇના અને યુરોપ દેશ દ્વારા સિંગદાણાના બદલે સિંગતેલની ખરીદી કરતા સિંગતેલની ડિમાન્ડ વધી છે. સિંગતેલની ડિમાન્ડ વધતા અને મગફળીના દાણાની ગુણવતા હલકી જોવા મળતા ભાવમાં વધારો થયો છે. આગામી દિવાળીના તહેવારને લઇ યાર્ડમાં રજા આવવાથી મગફળીની ખરીદ થઇ શકે તેમ નથી. હાલ તો સિંગતેલના ડબ્બાનો ભાવ 2200થી 2300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલનો ભાવ 1610થી 1700 સુધી પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here