Thursday, October 28, 2021
HomeTax : રેવન્યુ અધિકારીઓને કમર કસવા સુચના ; ટાર્ગેટ અપાયા આટલું તોતિંગ...
Array

Tax : રેવન્યુ અધિકારીઓને કમર કસવા સુચના ; ટાર્ગેટ અપાયા આટલું તોતિંગ GST કલેક્શન કરવા

ટેક્સ કલેક્શનના મામલે ભારે અછતનો સામનો કરી રહેલી સરકારે રેવન્યુ અધિકારીઓને કમર કસવાની સૂચના આપી છે. આ મંગળવારે સરકારે આ નાણાકીય વર્ષના બાકી રહેલા 4 મહિનામાં GST અધિકારીઓને તોતિંગ 4.55 લાખ ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો છે.

  • હાલના માસિક કલેક્શન કરતા 10% વધુનો ટાર્ગેટ
  • દિવાળી પછી મંદી ઓછી થઇ હોવાની સરકારને આશા

રેવન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ ટોચના Central Board of Indirect Taxes and Customs (CBIC) અધિકારીઓને સૂચના આપી છે કે આગામી 3 મહિના સુધી દર મહિને 1.1 લાખ કરોડ રૂપિયા અને ચોથા મહિના તોતિંગ 1.25 લાખ કરોડની રકમ ઉઘરાવવામાં આવે. નોંધનીય છે કે આ આંકડા માસિક સરેરાશ કરતા 10% વધુ છે. એપ્રિલ થી નવેમ્બર 2019નું માસિક ટેક્સ કલેક્શન આશરે 1 લાખ કરોડ જેટલું હતું.

જો કે અધિકારીઓને આ ઉઘરાણી દરમિયાન પજવણી ન કરવામાં આવે તેની પણ ચેતવણી અપાઈ છે. દિવાળી પછી બજારમાં ગ્રાહકની માંગમાં વધારો નોંધાયો છે તેવી નાણા મંત્રાલયની ગણતરી છે આથી ટેક્સના ટાર્ગેટ વધારાયા છે.

સરકાર આ વર્ષે ટેક્સ રેવન્યુમાં 11%નો વધારો ઇચ્છતી હતી. જો કે ઇકોનોમિક સ્લો ડાઉનના પગલે ઉદ્યોગપતિઓ ઉપર કેટલું દબાણ મૂકવું તે મુદ્દે અધિકારીઓ અવઢવમાં હતા.

સૂત્રોના મતે આ વખતે અધિકારીઓ આવક અને બિઝનેસની ઇન્ફોર્મેશન જાહેર ન કરવા વાળા વેપારીઓ તરફ લાલ આંખ કરવાના છે.

આ વખતે ટેક્સ ભરનાર દ્વારા GSTR1 અને GSTR3B એવા બે ફોર્મ ફરજીયાત ભરાય તેનું ધ્યાન રાખવાની અધિકારીઓને સુચના અપાઈ છે. આ ફોર્મ ન ભરનાર લોકોના વિરુદ્ધમાં કડક પગલા લેવાશે જેમાં તેમનું e-way બિલ બ્લોક કરવું, ઈનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવી અને GST રજીસ્ટ્રેશન રદ કરવા સુધીના પગલાનો સમાવેશ થઇ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments