Friday, March 29, 2024
Homeલીંબડી : સેવા સદન ખાતે જિલ્લા કલેકટર દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન :...
Array

લીંબડી : સેવા સદન ખાતે જિલ્લા કલેકટર દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન : સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ વોર્ડની પણ મુલાકાત કરી.

- Advertisement -

હાલ ચાલી રહેલી કોરોના મહામારી અંતર્ગત લીંબડી સેવા સદન ખાતે જિલ્લા કલેકટર દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ બેઠક માં જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક, લીંબડી ડી.વાય.એસ.પી, લીબડી પ્રાંત અધિકારી, લીંબડી પી.એસ.આઈ, લીંબડી આરોગ્ય હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

બાઈટ : કે. રાજેશ, જિલ્લા કલેકટર, સુરેન્દ્રનગર.

હાલ ચાલુ રહેલી કોરોના મહામારી અંતર્ગત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક પુર્ણ થતાં લીંબડી ટાઉનમાં પણ મુલાકાત લીધી હતી. જેમાં લીબડી ગ્રીનચોક, સરવૈયા હનુમાન ચોક અને ત્યાંથી સીધા લીંબડી સિવિલ હોસ્પિટલની મુલાકાતે જિલ્લા કલેકટર પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીબડી વેપારીઓ એસોસિયેશનના પ્રમુખ જાફરભાઈ કોઠીયા, દલસુખભાઈ ચૌહાણ, સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ વોર્ડની પણ મુલાકાત કરી જરૂરી સુચનો આપ્યા હતા.

 

રિપોર્ટર : કલ્પેશ વાઢેર, CN24NEWS, લીંબડી, સુરેન્દ્રનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular