Thursday, August 5, 2021
No menu items!
Homeસમીક્ષા :મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈ ગાંધીનગર અને દિલ્હીની ટીમ સુરતમાં
Array

સમીક્ષા :મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈ ગાંધીનગર અને દિલ્હીની ટીમ સુરતમાં

સુરતઃ સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટને લઈ ગાંધીનગર અને દિલ્હીની ટીમ સ્થળ મુલાકાત કરવા ડ્રિમ સીટી પહોંચી છે. પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધીના કામને મંજૂરી મળી છે. ત્યારે ડ્રીમ સીટી ખાતે મેટ્રો રેલ પ્રોજેકટના અધિકારીઓ કામગીરી માટે સમીક્ષા કરવા પહોંચ્યા છે.

સુરતમાં દર અઠવાડીએ મેટ્રો રેલની મીટીંગ

રૂપિયા 12000 કરોડના ખર્ચે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપ્યા બાદ હવે કામ આગળ વધારવા ગાંધીનગરમાં મળેલી બેઠકમાં પ્રથમ ફેઝમાં સરથાણા ડ્રીમ સિટીથી કાદરશાની નાળમાં કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. ગાંધીનગરમાં મળેલી બેઠકમાં સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર તરીકે મ્યુ.કમિશનરની નિમણૂંક પણ કરાઇ છે. હવેથી દર અઠવાડીએ મેટ્રો રેલની મીટીંગ સુરત ખાતે મળશે અને તેમાં દરેક ઈસ્યુની ચર્ચા કરાશે અને તાકીદે નવો સ્ટાફ નિમાશે. સુરતમાં ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધી પહેલા ફેઝમાં કામકાજ શરૂ થશે. જેની કુલ લંબાઇ 22 કિમી છે. તેમાં 7 કિલોમીટર અંડરગ્રાઉન્ડ મેટ્રો દોડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments