રિવોલ્ટની ઈલેક્ટ્રીક બાઈક થઇ લોન્ચ, માત્ર ‘2999 રૂપિયા પ્રતિ મહિના’ માં લઇ જઇ શકો છો ઘરે

0
0

માઇક્રોમેક્સનાં કોફાઉન્ડર રાહુલ શર્માએ આખરે રિવોલ્ટ આરવી 400 ઇલેક્ટ્રિક બાઇક તેમજ રિવોલ્ટ આરવી 300 લોન્ચ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે, આ બાઇક ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક એઆઈ ફીચરવાળી બાઈક છે. જુલાઇમાં 1000 રૂપિયાનાં ટોકન મનીથી રિવોલ્ટની આરવી 400 બાઇકની બુકિંગ શરૂ કરી હતી. પરંતુ કંપનીએ આ બાઇકની કિંમત જાહેર ન કરી અને તેને સબસ્ક્રિપ્શન આધારે લોન્ચ કરી છે. રિવોલ્ટ બાઈક દર મહિને 2,999 રૂપિયાની શરૂઆતી કિંમતે બુક કરાવી શકાય છે.

આપને જણાવી દઇએ કે, તમારે આ બાઈક માટે કોઈ ડાઉન પેમેન્ટ અથવા લીઝ પ્લાનની જરૂર નથી. રિવોલ્ટની આ યોજના 37 મહિનાની છે, જેમાં રિવોલ્ટ આરવી 300 માટે રૂ. 1.1 લાખ, આરવી 400 બેઝ મોડલ માટે રૂ. 1.29 લાખ અને પ્રીમિયમ વેરિઅન્ટ માટે 1.47 લાખ રૂપિયા છે. 29 ઓગષ્ટથી બાઈકનું બુકિંગ શરૂ થઇ ગયુ છે.

રિવોલ્ટ આરવી 400, આરવી 300 નાં સ્પેસિફિકેશન

આરવી 400 પાસે 72 વોલ્ટ, 3.24 કિલોવોટ કલાકની લિથિયમ આયન બેટરી આપવામાં આવેલ છે. બાઈકનાં આગળનાં ભાગમાં અપસાઇડ ડાઉન ફોર્ક અને મોનોશોક રિયર સસ્પેન્શન આપવામાં આવેલ છે. બાઈકનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 215 એમએમ છે અને તેનું વજન 108 કિલો છે. બાઈકમાં ત્રણ રાઇડિંગ મોડ ઇકો, નોર્મલ અને સ્પોર્ટ મળે છે. આ બાઈકની રેન્જ 180 કિમી, 110 કિમી અને 80 કિમી છે.

આરવી 400 માં 60 વોલ્ટ, 2.7 કિલોવોટ કલાકની લિથિયમ આયન બેટરી આપવામાં આવેલ છે. તેમાં પણ અપસાઇડ ડાઉન ફોર્ક ફ્રન્ટ અને મોનોશોક રિયર સસ્પેન્શન પણ મળે છે. આ બાઈકમાં ત્રણ રાઇડિંગ મોડ્સ – ઇકો, નોર્મલ અને સ્પોર્ટ આપવામાં આવેલ છે. બાઈકની રેન્જ અનુક્રમે 180 કિલોમીટર, 110 કિલોમીટર અને 80 કિલોમીટરની છે. બાઈક અનલિમિટેડ બેટરી વોરંટી (8 વર્ષ) આપે છે.

રિવોલ્ટ મોટર્સનો દાવો છે કે આ બેટરી 1.5 લાખ કિલોમીટર સુધી ચાલી શકે છે. બંને બાઈકમાં સ્માર્ટ કી લોક અથવા અનલોક, રિમોટ સ્ટાર્ટ અને બાઈક લોકેટ ફીચર આપવામાં આવેલ છે. બાઈકમાં એક 4 જી એલટીઈ સિમ લગાવવાની જગ્યા છે, જેની મદદથી બાઈકને ઇન્ટરનેટથી કનેક્ટ રાખી શકાય છે. જો કે આ બાઇક હાલમાં ફક્ત દિલ્હી અને પુણેમાં જ ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here