ડ્રગ્સ કેસમાં રિયા જેલમાં : NCBના બેરકમાં આખી રાત રિયા આંટા મારતી રહી, હવે 14 દિવસ ભાયખલા જેલમાં શિફ્ટ કરવામાં આવી, જામીન માટે આજે ફરી કોર્ટમાં અરજી કરી

0
6

સુશાંત સિંહ કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરતી એજન્સી NCB (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)ના લોકઅપમાં રિયાની રાત પસાર થઇ. મંગળવારે બપોરે રિયાને અરેસ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે કોર્ટમાં તેને હાજર કરવામાં આવી. કોર્ટે જામીન અરજી નકારતા તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી.

જેલના નિયમ મુજબ, સાંજે જેલમાં કેદીઓની ગણતરી બાદ નવા કેદીને લેવામાં આવતા નથી. માટે મંગળવારે રાત્રે NCB લોકઅપમાં રાખવામાં આવી. બુધવારે સવારે ભાયખલા જેલમાં શિફ્ટ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, લોકઅપમાં રિયા સરખી રીતે સુઈ ન શકી. તે રાત્રે ઘણીવાર ઉઠી અને બેરકમાં આંટા મારતી દેખાઈ.

રિયા અને શોવિકના જામીન માટે ફરી અરજી કરાઈ

આ વચ્ચે રિયા અને તેના ભાઈ શોવિકના જામીન માટે સેશન્સ કોર્ટમાં ફરી અરજી ફાઈલ કરવામાં આવી છે. તેમના વકીલ સતીશ માનશિંદેએ આ વાતની પુષ્ટિ કરી છે. રિયા પર ડ્રગ્સ લેવાના, સુશાંતને ડ્રગ્સ આપવાના ઘણા ગંભીર આરોપ લાગ્યા છે. રિયાનો રોલ ડ્રગના ટ્રાન્સપોર્ટેશન અને જમા કરનારા સિન્ડિકેટના સભ્ય તરીકે દેખાડવામાં આવ્યો છે. જોકે, રિયાએ તેના સ્ટેટમેન્ટમાં એવું માન્યું છે કે તે ડ્રગ્સ લેતી ન હતી.

રિયાની 3 દિવસ પૂછપરછ ચાલી

NCBની ટીમે રિયાની ત્રણ દિવસ સતત પૂછપરછ કરી. ત્યારબાદ તેને અરેસ્ટ કરવામાં આવી. ડ્રગ્સ કેસમાં આ 10મા વ્યક્તિની ધરપકડ છે. અગાઉ રિયાના ભાઈ શોવિક, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, હાઉસ સ્ટાફ દીપેશ સાવંત, ડ્રગ પેડલર અબ્દુલ બાસિત, જૈદ વિલાત્રા અને કૈઝીન ઇબ્રાહિમ સહીત 9 લોકો અરેસ્ટ થયા છે.

સતીશ માનશિંદેએ કહ્યું, ત્રણ એજન્સીઓ એક છોકરીની પાછળ પડી છે

અરેસ્ટ થયા બાદ રિયાના વકીલ સતીશે કહ્યું કે, કેન્દ્રની ત્રણ એજન્સીઓ એક છોકરી પાછળ એટલે પડી છે કારણકે તે એક ડ્રગ એડિક્ટ માણસને પ્રેમ કરતી હતી, જેનું માનસિક સ્વાસ્થ્ય ઠીક ન હતું. ખોટી રીતે લીધેલી દવાઓને કારણે તે વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. આ પહેલાં બલાર્ડ એસ્ટેટમાં NCB ઓફિસની બહાર આવીને કારમાં બેસવા સમયે રિયાએ ત્યાં રહેલા મીડિયાકર્મીઓનું હાથ હલાવીને અભિવાદન કર્યું. બ્લેક કપડામાં રિયા સવારે 10:30 વાગ્યે NCB ઓફિસ પહોંચી હતી.

સુશાંતની બહેને કહ્યું, ભગવાન અમારી સાથે છે

રિયા અરેસ્ટ થયા બાદ સુશાંતની બહેન શ્વેતાએ ટ્વીટ કર્યું કે, ‘ભગવાન અમારી સાથે છે.’ તેણે એક અન્ય ટ્વીટમાં લખ્યું, ‘મૃત વ્યક્તિ બોલી નથી શકતો એટલે કોઈ મૃત વ્યક્તિ પર આરોપ લગાવવો, શરમજનક વાત છે.’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here