Thursday, August 5, 2021
No menu items!
Homeજેલમાં રિયાનો ચોથો દિવસ : રિયાએ ઘણા બોલિવૂડ સેલિબ્રિટીના નામ લીધા, જેલમાં...
Array

જેલમાં રિયાનો ચોથો દિવસ : રિયાએ ઘણા બોલિવૂડ સેલિબ્રિટીના નામ લીધા, જેલમાં પંખા અને બેડ વગરની બેરકમાં રાખી છે, NCBએ ડ્રગ્સ મામલે મુંબઈ અને ગોવામાં પાંચ જગ્યાએ દરોડા પાડ્યા

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલના બીજીવાર જામીન અરજી ફગાવી દેવાયા પછી રિયાનો આજે મુંબઈની ભાયખલા જેલમાં ચોથો દિવસ છે, તેણે 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવાનું છે. સેશન કોર્ટ તરફથી મળેલા આંચકા પછી આજે રિયાના વકીલ હાઈકોર્ટમાં જામીન માટે સ્પેશિયલ અપીલ ફાઈલ કરી શકે છે. આ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ કેસમાં ધરપકડ કરેલા લોકોના સ્ટેટમેન્ટને આધારે મુંબઈ અને ગોવામાં 5 જગ્યાએ દરોડા પાડ્યા છે. હજુ પણ કાર્યવાહી ચાલુ જ છે.

રિયાએ પૂછપરછમાં સારા અલી ખાનનું નામ લીધું

અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉના અહેવાલ પ્રમાણે, રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ એન્ગલમાં ત્રણ બોલિવૂડ સેલિબ્રિટીના નામ જાહેર કર્યા છે. રિયાએ NCBને કહ્યું કે, એક્ટ્રેસ સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને ડિઝાઈનર સિમોન ખંબાટાના પણ ડ્રગ્સ સાથે કનેક્શન છે અને તેઓ ડ્રગ્સની પાર્ટીમાં પણ સામેલ થતા હતા. આ દરેક વિરુદ્ધ NCB પૂરાવા રજૂ કરશે અને તે પછી તેમને સમન્સ પાઠવીને પૂછપરછ કરશે.

NCB બોલિવૂડમાં ઘણા લોકોની તપાસ કરી રહી છે

NCBનું કહેવું છે કે, અમે આખી મની ટ્રેલ તૈયાર કરી છે, જેનાથી ખબર પડે છે કે આ ડ્રગ રેકેટમાં કોણ-કોણ સામેલ છે અને રૂપિયા ક્યાંથી આવતા હતા અને કોને આપતા હતા.

જેલમાં પંખા અને બેડ વગર રિયા રહી

જેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈની ભાયખલા મહિલા જેમમાં રિયાને સીલિંગ ફેન કે બેડ વગરની બેરકમાં આપી છે. તે ચટાઈ પર જ સૂવે છે અને તેને માત્ર એક ધાબળો અને ચાદર આપી છે. કોર્ટ અનુમતિ આપશે તો તેને એક ટેબલ ફેન આપવામાં આવશે. હાલ કોઈ ઓશીકું પણ તેને આપ્યું નથી. તેની બાજુની બેરકમાં ઇન્દ્રાણી મુખર્જી છે. આ બેરકમાં ત્રણ શિફ્ટમાં બે કોન્સ્ટેબલ 24 કલાક ફરજ બજાવે છે.

જેલમાં હળદરવાળું દૂધ આપવામાં આવે છે

જેલના અધિકારીઓએ જણાવ્યું કે, આ દિવસોમાં કોરોના વાઈરસને લીધે જેલના કેદીઓને ઈમ્યુનિટી વધારવા માટે દૂધમાં હળદર મિક્સ કરીને આપવામાં આવે છે. ભાયખલા જેલ મહિલાઓ માટે મુંબઈની એકમાત્ર જેલ છે. છેલ્લા મહિનાઓથી અહિયાં કોવિડના કેસ પણ સામે આવ્યા છે.

NCB ડોઝિયર તૈયાર કરવામાં વ્યસ્ત છે

NCB આ કેસમાં ડોઝિયર તૈયાર કરી રહી છે. ડોઝિયર એટલે પુરાવા અને કાગળોનો રેકોર્ડ જે મુંબઈના આ ડ્રગ રેકેટનો ભાંડો ફોડશે. કેપીએસ મલ્હોત્રા મુંબઈથી દિલ્હી આવી ગયા છે અને આજે રાકેશ અસ્થાનાની સાથે આગળના એક્શન પ્લાન પર મીટિંગ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments