વડોદરા : 2 મહિલાને હિપ્નોટાઇઝ કરીને ગઠીયો 4 બંગડીઓ લઇને રફૂચક્કર : રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.

0
14

વડોદરા શહેરના રાવપુરા રોડ ઉપર મહાજનની ગલીમાં રહેતી એક વૃદ્ધા સહિત બે મહિલાઓને હિપ્નોટાઇઝ કરી ગઠીયો મહિલાઓએ પહેરેલી ચાર બંગડીઓ લઇ રફૂચક્કર થઇ ગયો હતો. સ્વામીનારાયણનું તિલક લગાવીને આવેલો ગઠીયો મંદિરમાં એક હજાર રૂપિયા મૂકવાના હોવાનું જણાવી મહિલાઓને વિશ્વાસમાં લીધી હતી અને તેઓની બંગડીઓ ઉતરાવી લઇને રફૂચક્કર થઇ ગયો હતો.

2 મહિલાને હિપ્નોટાઇઝ કરીને ગઠીયો 4 બંગડીઓ લઇને ફરાર
(2 મહિલાને હિપ્નોટાઇઝ કરીને ગઠીયો 4 બંગડીઓ લઇને ફરાર)
સ્વામીનારાયણનું તિલક લગાવેલો યુવાન આવ્યો હતો
વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે મહાજનની ગલીમાં જ્યોત્સનાબહેન શાહ(ઉં.70) અને માધુરીબહેન પટેલ(ઉં.50) પાડોશી છે. અને પોતાના પરિવાર સાથે રહે છે. સવારે 11:30 વાગ્યાના સુમારે જ્યોત્સના બહેન કપડા ધોતા હતા અને માધુરીબહેન તેમની બાજુમાં બેસીને વાતો કરતા હતા. દરમિયાન સ્વામીનારાયણનું તિલક લગાવેલો એક યુવાન તેમની પાસે આવી પહોંચ્યો હતો અને મહિલાઓને જણાવ્યું કે, મારો જ્વેલર્સનો ધંધો છે. હું તમોને રૂપિયા 500 આપું છું. તમારા ઘરના મંદિરમાં માતાજીને અને તમારા ઘરમાં સોનું હોય તો તેને અડાડીને મને આપો. મારે મંદિરમાં મૂકવા છે.

 

ગઠીયો બંગડીઓ લઇને ફરાર થઇ ગયો

ભેજાબાજ યુવાનની વાકછટામાં ભ્રમિત થઇ ગયેલી મહિલાઓ યુવાનના જણાવ્યા પ્રમાણે રૂપિયા 500ની ચલણી નોટ લઇને ઘરમાં ગઇ હતી. અને માતાજીના ફોટાને રૂપિયા 500ની ચલણી નોટ અડાવી પરત બહાર આવી હતી. ત્યાર બાદ ઠગ યુવાને જણાવ્યું હતું કે, તમે પહેરેલી આ બંગડીઓ આ રૂમાલમાં મૂકો અને તેની સાથે આ રૂપિયા 500ની નોટ મૂકી દો. મહિલાઓએ પોતાની બંગડીઓ ઉતારીને રૂમાલમાં મૂકી હતી. ગઠીયાએ યુક્તિપૂર્વક બંગડીઓ પોતાના ખિસ્સામાં સરકાવી રૂમાલની પોટલી મહિલાઓને પરત કરી દીધી હતી. અને જણાવ્યું કે, આ રૂમાલની પોટલી બપોરે ખોલજો. તેમ જણાવી રવાના થઇ ગયો હતો

પોતાની બંગડીઓ જોવા માટે રૂમાલની પોટલી ખોલતા કંઇ ન મળ્યું

દરમિયાન મહિલાઓએ પોતાની બંગડીઓ જોવા માટે રૂમાલની પોટલી ખોલતા કંઇ મળી આવ્યું ન હતું. બંગડીઓ ન જોતા જ્યોત્સનાબહેન અને માધુરીબહેન ચોંકી ઉઠ્યા હતા. તેઓને અહેસાસ થયો કે, પોતાની બંગડીઓ સ્વામીનારાયણ નું તિલક લગાવીને આવેલો ગઠીયો લઇ રફૂચક્કર થઇ ગયો છે. તુરંત જ બંને મહિલાઓ રાવપુરા પોલીસ સ્ટેશનમાં આવી પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી.

અમે ભાન ભૂલી ગયા હતા અને તે જે પ્રમાણે કહેતો હતો તે પ્રમાણે જ કરતા હતા

મહિલાઓએ જણાવ્યું હતું કે, બંગડીઓ લઇને જનાર યુવાને અમને કંઇક કરી નાખ્યું હતું. અમે ભાન ભૂલી ગયા હતા અને તે જે પ્રમાણે કહેતો હતો. તે પ્રમાણે કરતા ગયા હતા. અમે અમારી જાતે જ અમારી બંગડીઓ ઉતારીને ગઠીયાના હાથમાં આપી દીધી હતી. જ્યોત્સનાબહેનની 8 ગ્રામની બે બંગડી અને માધુરીબહેનની દોઢ ગ્રામની બે બંગડી હતી. રાવપુરા પોલીસે મહિલાઓની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here