Thursday, September 23, 2021
Homeરિચા ચઢ્ઢા રિકવરીના રસ્તે : પગ તૂટ્યો તો બોયફ્રેન્ડ અલી ફઝલે ધ્યાન...
Array

રિચા ચઢ્ઢા રિકવરીના રસ્તે : પગ તૂટ્યો તો બોયફ્રેન્ડ અલી ફઝલે ધ્યાન રાખ્યું

એક્ટ્રેસ રિચા ચઢ્ઢાને પગમાં ફ્રેકચર આવ્યું હતું. હાલ તેણે સોશિયલ મીડિયા પર પગનો ફોટો પોસ્ટ કરીને બોયફ્રેન્ડ અલીને તેનું ધ્યાન રાખવા બદલ થેંકયુ કહ્યું. ફોટોમાં તેનો ફ્રેકચરવાળો પગ અને નાસ્તાની ડિશ જોઈ શકાય છે.

અલી ફઝલને થેંકયુ કહ્યું

ફોટો કેપ્શનમાં લખ્યું, બીમારી અને હેલ્થમાં એકબીજાનો સાથ આપવાનું અમારું પિંકી પ્રોમિસ છે. મારા સૌથી સારા મિત્રને થેંકયુ. આ ફ્રેકચરમાં મારું આટલું સારું ધ્યાન રાખ્યું. રિચાએ થોડા દિવસ પહેલાં એક્સ-રે અને ફ્રેકચર્ડ પગનો ફોટો પોસ્ટ કરીને ઈજા થઇ હોવાનું જણાવ્યું હતું. કેપ્શનમાં લખ્યું હતું: ‘સહનશક્તિ’

એપ્રિલ 2020માં લગ્ન કરવાના હતા

અલી ફઝલ તથા રિચા ચઢ્ઢા ગયા વર્ષે લગ્નના તાંતણે બંધાવવાના હતા. જોકે, પહેલા લૉકડાઉન અને પછી અલી ફઝલની માતાનું અવસાન થતાં બંનેના લગ્ન મોકૂફ રહ્યા. વેબ પોર્ટલ પિંકવીલા સાથેની વાતચીતમાં અલીએ કહ્યું હતું, ‘હું આ વર્ષે રિચા સાથે લગ્ન કરીશ નહીં. આ વર્ષે બે શૂન્ય અને બેવાર બે આવે છે. અમે આવતા વર્ષ સુધી રાહ જોઈશું. આ વર્ષે મારા માટે ‘મિર્ઝાપુર 2′ સૌથી સારી બાબત રહી છે.’ ઉલ્લેખનીય છે કે રિચા તથા અલી એપ્રિલ મહિનામાં લગ્ન કરવાના હતા. બંનેએ કોર્ટ મેરેજની ડેટ પણ લઈ રાખી હતી. જોકે, લૉકડાઉનને કારણે તેઓ લગ્ન કરી શક્યા નહીં. રિચાએ કહ્યું હતું, અલી કુકિંગ સારું કરે છે.

હું હંમેશાં રિચાની સાથે છું: અલી

બોલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો. આ કેસમાં પાયલે રિચા ચઢ્ઢાનું નામ પણ લીધું હતું અને અપમાનજનક વાત કહી હતી. ત્યારબાદ રિચાએ પાયલ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. પાયલે બિનશરતી માફી માગી લીધી હતી અને કેસનું સેટલમેન્ટ કર્યું હતું. આ અંગે અલીએ કહ્યું હતું, ‘મને આનંદ છે કે એક વ્યક્તિ એક સાથે ફેમિનિસ્ટ તથા સ્ટ્રોંગ હોઈ શકે છે. આપણે જેને પ્રેમ કરતાં હોઈએ તેને આપણે સાથ આપવો જોઈએ. આપણે પ્રયાસ કરવો જોઈએ કે આપણે તમામ માટે ઊભા રહીએ. રિચા મારી ઘણી જ નિકટ છે અને તેની દરેક વાતમાં હું તેને સાથ આપીશ.’

ઉલ્લેખનીય છે કે પાયલ ઘોષે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં અનુરાગ કશ્યપ પર આક્ષેપ મૂકતા કહ્યું હતું કે તેણે તેની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પાયલે માહી ગિલ, રિચા ચઢ્ઢા તથા હુમા કુરૈશીનું નામ લઈને કહ્યું હતું કે આ એક્ટ્રેસ અનુરાગની સાથે આ પ્રકારના કામ કરવામાં સહજ હોય છે. આ વાત સાંભળીને રિચાએ પાયલ પર 1.1 કરોડનો માનહાનિનો કેસ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments