ક્રિકેટ : પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઈન્ઝમામે કહ્યું- રિચાર્ડસ, જયસૂર્યા અને ડિવિલિયર્સે ક્રિકેટને બદલી નાખ્યું

0
11

સ્પોર્ટ્સ ડેસ્ક: પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર સર વિવિયન રિચાર્ડસ, શ્રીલંકાના સનથ જયસૂર્યા અને દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સના વખાણ કર્યા છે. ઈન્ઝમામે એક યુટ્યુબ ચેનલમાં કહ્યું કે, રિચાર્ડસ, જયસૂર્યા અને ડિવિલિયર્સ એવા ખેલાડીઓ છે, જેમણે ક્રિકેટને બદલી નાખ્યું છે. ઈન્ઝમામે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ પછી 2007માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

ઈન્ઝમામે કહ્યું કે, “ઘણા વર્ષો પહેલા રિચાર્ડસે ક્રિકેટને બદલવાની શરૂઆત કરી હતી. તે સમયે બેટ્સમેન ફાસ્ટ બોલર્સને બેકફૂટ પર રમતા હતા. જોકે તેમણે શીખવાડ્યું કે ફાસ્ટ બોલર્સને ફ્રંટફુટ પર કઈ રીતે રમાય છે. તેમણે બધાને બતાવ્યું કે ફાસ્ટ બોલર્સ સામે પણ આક્રમકતાથી રમી શકાય છે.

જયસૂર્યાએ શરૂઆતની 15 ઓવરમાં ઝડપથી રમતા શીખવાડ્યું
ઈન્ઝમામે જયસૂર્યા અંગે કહ્યું કે, “બીજો બદલાવ જયસૂર્યા લાવ્યો. તેણે ઇનિંગ્સની પહેલી 15 ઓવરમાં ફાસ્ટ બોલર્સ પર દબાણ લાવવાનો નિર્ણય કર્યો હતો. તેની પહેલે બેટ્સમેન હવામાં શોટ રમવામાં માનતા નહોતા. જોકે તેણે પહેલી 15 ઓવરમાં ઈનફિલ્ડની ઉપરથી શોટ રમીને બેટિંગની પરિભાષા બદલી નાખી હતી.

ડિવિલિયર્સે પેડલ સ્વીપ અને રિવર્સ સ્વીપ લગાવવાની શરૂઆત કરી
પૂર્વ પાકિસ્તાની કપ્તાને ડિવિલિયર્સ અંગે કહ્યું કે, “ત્રીજો ખેલાડી જેણે ક્રિકેટ રમવાની રીત બદલી નાખી તે ડિવિલિયર્સ છે. આજના સમયમાં વનડે અને T-20માં ઝડપી ક્રિકેટ રમાતું હોય તો તેનું કારણ ડિવિલિયર્સ છે. પહેલા બેટ્સમેન સીધા બેટથી શોટ્સ રમતા હતા, પરંતુ ડિવિલિયર્સે પેડલ સ્વીપ અને રિવર્સ સ્વીપ લગાવવાની શરૂઆત કરી હતી.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here