Monday, October 25, 2021
Homeવડોદરા : બ્લૂ એપ્રન ફરજીયાત પહેરવાના જાહેરનામાનો રીક્ષા ચાલકોએ અર્ધનગ્ન થઇને વિરોધ...
Array

વડોદરા : બ્લૂ એપ્રન ફરજીયાત પહેરવાના જાહેરનામાનો રીક્ષા ચાલકોએ અર્ધનગ્ન થઇને વિરોધ કર્યો, નિર્ણય મુલતવી રાખવા માંગ

વડોદરા. ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે બ્લૂ કલરનું એપ્રન પહેરવું ફરજીયાત કરતા રાજ્ય સરકારના જાહેરનામાનો આજે વડોદરાના રીક્ષા ચાલકોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. રીક્ષા ચાલકો આજે અર્ધનગ્ન થઇને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને રીક્ષા ડ્રાઈવર્સને ફરજીયાત યુનિફોર્મ પહેરવાનું જાહેરનામુ મુલતવી રાખવાની માંગ કરી હતી.

કોરોના વાઈરસની મહામારીને પગલે રીક્ષા ચાલકોએ રાહત પેકેજની માંગણી કરી 

વડોદરા રીક્ષા ચાલક કોંગ્રેસ ઇન્ટુકના પ્રમુખ જીવણભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે અમારા રોજગાર પર ગંભીર અસર થઈ છે. અમે અમારા બાળકોની ચડ્ડી-પેન્ટ લાવી શકતા નથી, તો એપ્રન ક્યાંથી લાવીશુ. બ્લૂ એપ્રન ફરજીયાત પહેરવાના નિયમ માટે એક વર્ષની મુદ્દત આપવામાં આવે તેવી અમારી માંગણી છે. બ્લૂ યુનિફોર્મ બનાવતા પહેલા ઓટો રીક્ષા ચાલકો માટે રાહત પેકેજ જાહેર કરવુ જોઇએ, જો અમારી માંગ સ્વીકારાશે નહીં, તો અમે સરકારના આ જાહેરનામાનું પાલન નહીં કરીએ.

વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે ચર્ચા કરીને નિર્ણય કરાયો હતો

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવા અંગે સરકાર વિચારી રહી હતી. જેને પગલે રાજ્ય સરકારે 16-11-2019ના જાહેરનામાથી ગુજરાત મોટર વાહન નિયમો 1989માં સુધારો કરી જાહેર પરિવહનના વાહનોના ડ્રાઈવરોએ યુનિફોર્મ પહેરવાનો રહેશે તે મુજબની જોગવાઈ કરવામાં આવી છે. જે અનુસંધાને ઓટો રીક્ષા ડ્રાઈવર્સનો યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે બેઠક કરવામાં આવી હતી. આ વિવિધ બેઠકોમાં થયેલી ચર્ચા-વિચારણાના આધારે સરકારે ઓટો રીક્ષા ડ્રાઈવર્સના યુનિફોર્મ સંબંધમાં ઠરાવ કર્યો હતો. આ ઠરાવ મુજબ રાજ્યના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે પહેરેલા કપડાને ઉપર વાદળી કલરના એપ્રનને યુનિફોર્મ તરીકે નક્કી કરવામાં આવ્યો છે. જોકે યુનિફોર્મ પહેરવાના નિર્ણયનો વિરોધ થઇ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments