મહેસાણા ભાન્ડુ નજીક રિક્ષા,સ્વીફ્ટ અને અલ્ટો વચ્ચે ટ્રિપલ અકસ્માત : એકનું મોત, આઠ ઘાયલ

0
36

મહેસાણા: ભાન્ડુથી લક્ષ્મીપુરા રોડ પર શુક્રવારે રિક્ષા,સ્વીફ્ટ અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં મિત્રો સાથે અમદાવાદના કાંકરીયા ફરીને ઘરે જઇ રહેલા પાલનપુરના ચંડીસરના યુવાનનું મોત થયુ હતુ. જ્યારે અન્ય 8 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા.અકસ્માતની ઘટનાને પગલે 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.

ભાન્ડુથી લક્ષ્મીપુરા તરફ જવાના માર્ગે શુક્રવારે સાંજે 5 વાગ્યાના અરસામાં રિક્ષા,સ્વીફ્ટ અને અલ્ટો વચ્ચે ધડાકા સાથે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના કાંકરીયા ફરીને કારમાં પાલનપુરના ચંડીસર ગામે જઇ રહેલા ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો હતો. જેમા તેમની કાર,અને રિક્ષાને ઊંઝા તરફથી આવી રહેલી અલ્ટો ધડાકાભેર અથડાયા બાદ તેમા બેઠેલા વ્યક્તિઓએ ચીસાચીસ કરી મૂકી હતી. બનાવ સ્થળે ભેગા થયેલા લોકોની મદદથી 108ની 3 એમ્બ્યુલન્સોમા 8 ઇજાગ્રસ્તોને મહેસાણા સિવિલમાં લઇ જવાયા હતા.જ્યાં લાલજીભાઇ વકતાજી ઘાડિયાનુ મોત થયુ હતુ. કારમાં ફસાયેલા 3 યુવાનોને બહાર કાઢવા લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. 2 કલાકની મથામણને અંતે કારનો કેટલોક ભાગ કાપીને ઇજાગ્રસ્તોને બહાર કઢાયા હતા. 108ની 3 એમ્બ્યુલન્સોએ ઇજાગ્રસ્તોને બનાવ સ્થળથી સિવિલ લઇ જવા સુધીમાં ગ્લુકોઝના 12 બાટલા ચઢાવ્યા હતા.

ઇજાગ્રસ્તોના નામ
* રાહુલ ગોપીનાથ નાયક
* જીગર ભરતભાઇ ધુલેચીયા
* જીતેન્દ્ર પાનજીભાઇ માઠવાકર
* રાહુલ ગલાબજી
* રમેશ વેલજીભાઇ પટણી