હરિયાણા : જીંદમાં રિક્ષાને તેલ ટેન્કરે ટક્કર મારતા 10 યુવકોના મોત, 1 ગંભીર રીતે ઘાયલ

0
0

જીંદઃ હરિયાણાના જીંદ જિલ્લામાં મંગળવાર રાતે એક તેલ ટેન્કરને રિક્ષાએ ટક્કર મારી દીધી હતી. જેમાં રિક્ષા ચાલક સહિત 10 લોકોના મોત થયા છે. રિક્ષામાં 11 લોકો સવાર હતા. એક યુવક ગંભીર રીતે ઘવાયો છે. તમામ મૃતકો જીંદ જિલ્લાના રહેવાસી હતા.

મંગળવારે સેનાની ભર્તી કરાઈ હતી. જેમાં જીંદના 10 યુવકોની પસંદગી થઈ હતી. મેડિકલ અને અન્ય ઓફિશીયલ વર્ક પુરુ કર્યા બાદ સાંજે 7 વાગ્યે હિસારથી ભાડે રિક્ષા કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા. જેવી જ રિક્ષા રામરાયે ગામની પાસે પહોંચી તો સામેથી આવી રહેલા ટેન્કરે ટક્કર મારી દીધી હતી. જેમાં ટેંકરની ટક્કરથી તમામ મુસાફરો ટેન્કરની નીચે ફસાઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેન બોલાવી ઘાયલ યુવકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ડોક્ટરે આમાંથી 10ને મૃત જાહેર કરી દીધા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here