Tuesday, September 28, 2021
HomeRILએ વેનેઝુએલા સાથે બંધ કર્યો ઑઈલનો વ્યાપાર, USએ આપી હતી ચેતવણી
Array

RILએ વેનેઝુએલા સાથે બંધ કર્યો ઑઈલનો વ્યાપાર, USએ આપી હતી ચેતવણી

વેનેઝુએલાની નિકોલસ માદુરો સરકારને અલગ પાડવામાં એકત્રિત થયેલી અમેરીકન સરકાર હવે ભારત પર ઑઈલ વ્યાપાર નહી કરવાનુ દબાણ બનાવી રહી છે. હાલમાં અમેરીકન વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ ભારતને વેનેઝુએલામાંથી ક્રૂડ ઑઈલનો બહિષ્કાર કરવાનુ કહ્યું છે. આ દરમ્યાન મુકેશ અંબાણીની રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વેનેઝુએલામાંથી નિકાસ બંધ કરી દીધી છે. કંપનીએ કહ્યું કે પ્રતિબંધો હટાવાય ત્યાં સુધી નિકાસ બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની અમેરીકા સ્થિત સહયોગી કંપની વેનેઝુએલાની સરકારી કંપની PDVSAને ક્રૂડ ઑઈલની નિકાસ કરે છે. આ સિવાય રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જામનગર સ્થિત રીફાઈનરીએ વેનેઝુએલામાંથી ક્રૂડ ઑઈલની ખરીદી પણ લગભગ એક તૃતીયાંશ ઘટાડી દીધી છે.

કંપનીના પ્રવક્તાએ શું કહ્યું?

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્પોકપર્સને ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, “અમેરીકન સરકાર દ્વારા વેનેઝુએલાની સરકાર પર જાન્યુઆરી 2019માં લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ તેનુ આખુ પાલન કરવા માટે કંપની અમેરીકાના વિદેશ મંત્રાલયના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં છે.” આ સાથે જ તેમણે એવુ પણ કહ્યું કે અમારી અમેરીકી સહયોગી કંપનીએ વેનેઝુએલાની સરકારી કંપની PDVSAની સાથે દરેક વેપાર બંધ કરી દીધો છે અને તેની વૈશ્વિક મૂળ કંપનીએ ક્રૂડ ઑઈલની ખરીદીને વધારી નથી.

આ છે મામલો

ખરેખર, વેનેઝુએલામાં રાજકીય અને આર્થિક સંકટની સ્થિતિ છે. આ સંકટની વચ્ચે અમેરીકન વહીવટીતંત્રે વેનેઝુએલાના વિપક્ષના નેતા અને નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ જુઆન ગુઆઈદોને દેશના રાષ્ટ્રપતિના રૂપમાં માન્યતા આપી દીધી છે અને તેમણે માદુરોને પદ છોડવા માટે કહ્યું છે. જેના માટે અમેરીકન સરકાર સતત દબાણ બનાવી રહી છે અને દુનિયાના અન્ય દેશોને પણ રણનીતિક રીતે એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. જે હેઠળ અમેરીકાએ ભારતને પણ વેનેઝુએલાની સાથે ક્રૂડ ઑઈલનો વ્યાપાર કરવાની ના પાડી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments