Home વ્યાપાર RILએ દબાણ સર્જ્યું, બેંકોનો બજારને સપોર્ટ, સેન્સેકસ 300 અંક ઉપર

RILએ દબાણ સર્જ્યું, બેંકોનો બજારને સપોર્ટ, સેન્સેકસ 300 અંક ઉપર

0
5

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં આજે એશિયાઈ બજારની તેજી સાથે અડધા ટકાના ઉછાળા સાથે શરૂઆત થઈ હતી અને એકતરફી તેજી સાથે બેંચમાર્ક ઈન્ડાયસિસ સવા ટકા સુધી ઉંચકાયા હતા.

સવારથી બજારને ઉપર ખેંચી રહેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને બેંકો ખાસ કરીને ખાનગી બેંકોનો મહત્વનો ફાળો છે. જોકે ફરી ઉપલા મથાળે આજે વેચવાલી જોવા મળી છે. રિલાયન્સનો શેર ઉપલા મથાળેથી ઘટતા બજાર પર ગગડ્યું હતુ.

સેન્સેકસ 291 અંકોના વધારે 37,978ના લેવલે ટ્રેડ કરી રહ્યું છે તથા નિફટી 50 ઈન્ડેકસ 86 અંક ઉપર 11,181ના લેવલે જોવા મળી રહ્યું છે. ઈન્ટ્રાડેમાં બેંચમાર્ક ઉપલા મથાળેથી 0.50% ઘટ્યા છે. નિફટીએ ઈન્ટ્રાડેમાં 11,225નો હાઈ બનાવ્યો હતો.

Live Scores Powered by Cn24news