Wednesday, August 4, 2021
HomeSample Page

Sample Page Title

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિશભ પંતની સરખામણી એડમ ગિલક્રિસ્ટ સાથે થઈ રહી છે. તેને ભારતનો ગિલક્રિસ્ટ કહેવામાં આવે છે. ગિલક્રિસ્ટ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો હતો તો પંત પણ એવી જ બેટિંગ કરે છે પરંતુ તે હજી સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એવી સફળતા હાંસલ કરી શકયો નથી જેની અપેક્ષા રખાય છે. જોકે આઇપીએલ(IPL)ની વાત આવે તો એમ કહી શકાય કે આ ટી20 લીગનો તે સુપરસ્ટાર છે. છેલ્લા ત્રણ વર્ષથી આંકડાના હિસાબે તેણે ભલભલા મહારથીઓને પાછળ રાખી દીધા છે. આ દરમિયાન તેણે સૌથી વધુ સિકસર અન સૌથી વધુ રન ફટકાર્યા છે.

છેલ્લા ત્રણ વર્ષમાં રિશભ પંતે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 1538 રન ફટકાર્યા છે. ત્યાર બાદ બીજા ક્રમે શિખર ધવન છે જેના નામે આ ત્રણ વર્ષમાં 1497 રન બોલે છે. ડેવિડ વોર્નરે 1333 અને વિરાટ કોહલીએ 1302 રન નોંધાવ્યા છે.

રન ઉપરાંત સિક્સરની વાત કરીએ તો ત્યાં પણ રિશભ પંત જ મોખરે છે. 2017, 2018 અને 2019ની ત્રણ સિઝનમાં મળીને રિશભ પંતે 88 સિક્સર ફટકારી છે. અહીં તેણે ધવન, વોર્નર કે કોહલીને નહીં પરંતુ સિક્સરના શહેનશાહ આન્દ્રે રસેલ અને ક્રિસ ગેઇલને પાછળ રાખી દીધા છે. આ જ ગાળામાં કેરેબિયન બેટ્સમેન અને કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમતા રસેલે 83 સિકસર ફટકારી હતી તો ગેઇલે 75 સિક્સર ફટકારી હતી. ચોથા ક્રમે રહેલા ડી વિલિયર્સે 72 સિક્સર ફટકારી હતી.

આ બે રેકોર્ડ ઉપરાંત ત્રીજા રેકોર્ડમાં પણ રિશભ પંત જ બાજી મારી ગયો છે. તેણે આ ત્રણ સિઝનમાં એક ઇનિંગ્સનો સર્વોચ્ચ સ્કોર પણ પોતાના નામે કર્યો હતો. તેણે દિલ્હી કેપિટલ્સ વતી રમતા હૈદરાબાદ સામે ફિરોઝ શાહ કોટલા મેદાન પર 2018ની દસમી મેએ રમાયેલી મેચમાં માત્ર 63 બોલમાં 128 રન ફટકાર્યા હતા. ત્ચાર બાદના ક્રમે ડેવિડ વોર્નર (126), શેન વોટ્સન (117*) અને જ્હોની બેરસ્ટો (114) આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments