ક્રિકેટ : રિષભ પંતને કેપ્ટન કોહલી અથવા કોચ શાસ્ત્રીના માર્ગદર્શનની જરૂર : યુવરાજ

0
8

સ્પોર્ટ્સ ડેસ્ક : પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની ટીકાને અયોગ્ય ગણાવી. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી-20 મેચમાં પંત માત્ર 23 રન કરી શક્યો. યુવરાજે કહ્યું કે,’પંત એક શાનદાર ખેલાડી. ટેસ્ટમાં તેણે 2 સદી ફટકારી છે. આઈપીએલમાં પણ તે સફળ રહ્યો છે. હાલ કેપ્ટન કોહલી અથવા કોચ શાસ્ત્રીએ તેને માર્ગદર્શન આપવાની જરૂર છે. જો તે આઉટ ઓફ ફોર્મ છે તો તેને સ્થાનિક ક્રિકેટમાં રમવા અંગે કહેવું જોઈએ, જેથી તેનો આત્મવિશ્વાસ વધી શકે. આમ ટીકા કરવાથી કંઈ જ નહીં મળે.’ યુવરાજે કહ્યું કે, પંતના રમવાની પદ્ધતિના આધાર પર તેને સમજાવવાની જરૂર છે. જેથી તે પોતાની રમતનો સ્તર સુધારી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here