ભારતના અત્યાર સુધીના સૌથી મોટા બેન્ક ફ્રોડમાં મોટી કાર્યવાહી કરતા સીબીઆઈએ ગુજરાત સ્થિત શિપિંગ કંપની ABG Shipyard Ltdના ચેરમેનની ધરપકડ કરી છે. હાલમાં સીબીઆઈ 22,842 હજાર કરોડ બેન્ક ફ્રોડની કરી રહી છે. આ પહેલા સીબીઆઈ આ કેસમાં તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરી ચૂકી છે. સીબીઆઈ સૂત્રોએ કહ્યું કે 28 બેન્કોને 22,842 કરોડની ઠગવા બદલ સુરત સ્થિત ABG Shipyardના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
એબીજી શિપયાર્ડે 2012થી 2017 વચ્ચે 28 બેન્કોના જૂથને 22,842 કરોડ રૂપિયાનો ફ્રોડ આચર્યો હતો જે થોડા સમય પહેલા બહાર આવ્યો હતો. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ), આઇડીબીઆઇ અને આઇસીઆઇસીઆઇનો સમાવેશ થાય છે. ABG Shipyardના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ અગ્રવાલ અને બીજા આરોપીઓએ 2012થી 2017ની વચ્ચે 28 બેન્કોમાંથી 22,842 કરોડની ક્રેડિટ સુવિધા મેળવી હતી જે ચૂકવ્યા નહોતા. 2016માં આરોપીઓની લોનને એનપીએ જાહેર કરાઈ હતી. બેન્કે જે હેતુ માટે લોન આપી હતી તેને માટે લીધેલા પૈસાનો ઉપયોગ કરાયો નહોતો.