Corona પોઝીટીવ કનિકાના સપોર્ટમાં આવ્યાં ઋષિ કપૂર, હોટલ તાજ પર ઉઠાવ્યા આ સવાલ

0
9

સિંગર કનિકા કપૂરનો Corona ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદથી આખા દેશમાં ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે તો એફઆઈઆર પણ કરી દીધી છે. એ વચ્ચે, એક્ટર ઋષિ કપૂર પણ સતત કનિકા કપૂર મામલે ટ્વીટ કરી રહ્યા છે.

ઋષિ કપૂરે શું લખ્યું ?

શુક્રવારે ઋષિ કપૂરે તાજ હોટલનું નામ લખતા ટ્વીટ કર્યુ હતું કે, ચલો દિલ્હી એરપોર્ટથી તે નિકળી ગઈ પરંતુ તાજ જેવી હોટલમાં કેમ વિઝીટર્સ માટે સ્ક્રીનિંગની સુવિધા ન હતી. તે તો જરૂરથી તેને પકડી લેત.

તેના જવાબમાં શનિવારે તાજ હોટલની તરફથી પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. હોટલે કહ્યું છે કે અમારા દરેક હોટલમાં જરૂરી ઉપાય કરવામાં આવી રહ્યા છે. દરેક ગેસ્ટ, સ્ટાફ અને વેન્ડરની થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. ચેકિંગ વખતે તેમનું ટેમ્પ્રેચર સામાન્ય હતું. અમારા માટે અમારા ગેસ્ટની સેફ્ટી અને સ્વાસ્થ્ય સૌથી જરૂરી છે.

હવે તેના પર ઋષિ કપૂરે ટ્વીટ કરીને લખ્યું, હું તમામ મહેમાનો વિશે વિચારતા તાજ હોટલની સુરક્ષા અને સિક્યોરીટીની પ્રશંસા, વિશ્વાસ અને સન્માન કરુ છુ. કૃપા કરીને તેને મીડિયા અને સંબંધિત સરકારને જણાવો. બિજરૂરી રૂપે સંબંધિત મહિલાને પીડિત કરવામાં આવી રહી છે. તમારા સખત ઉપાયોથી નિસ્વિત રૂપે તે સમયે કોઇ વાયરસ નહી હોય.

તેની પહેલાં ઋષિ કપૂરે ટ્વિટર પર સિંગર કનિકા કપૂર અને યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની તસવીરો શેર કરી હતી. કેપ્શનમાં ઋષિ કપૂરે લખ્યું હતું, આજકાલ કેટલાક ‘કપૂર’ લોકોનો ભારે સમય ચાલી રહ્યો છે. ડર લાગે છે. હે માલિક રક્ષા કરજો બીજા કપૂરોની. કોઇ ખોટુ કામ ન થાય ક્યારેય, જય માતા દી. ઋષિ કપૂરની આ ટ્વીટ ઘણી વાયરલ થઇ રહી છે. લોકો તેને ખૂબ લાઇક અને શેર કરી રહ્યાં છે અને સાથે કમેન્ટ બૉક્સમાં પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.

દેશમાં કોરોના પોઝિટિવ ધરાવતી પ્રથમ સેલિબ્રિટી સિંગર કનિકા કપૂર સામે શુક્રવારે રાત્રે લખનઉના ત્રણ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે. જોકે તેમા અનેક વિસંગતતા પણ સામે આવી છે. કનિકાને મુંબઈથી લખનઉ પહોંચવાની તારીખ પણ અલગ-અલગ આવી છે.

કનિકાના સંપર્કમાં આવેલા 45 લોકોના Corona ટેસ્ટ નેગેટિવ

અત્રે ઉલ્લેખનીય છે કે કનિકા લંડનથી મુંબઈ પરત ફરી તો એરપોર્ટ પર ડોક્ટરોએ તેને ઘરમાં કોરોન્ટાઈન થવા કહ્યું હતું. પણ કનિકા તેમની વાતને અવગણી હતી અને લખનઉ પહોંચી ગઈ હતી. અહીં તે 3 પાર્ટી અને એક પારિવારિક આયોજનમાં ભાગ લીધો હતો. એવી જ એક પાર્ટીમાં રાજસ્થાનના ભૂતપુર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના દિકરા દુષ્યંત અને તેમની પત્ની નિહારીકા સાથે પહોંચી હતી. આરોગ્ય વિભાગે તેમના સંપર્કમાં આવેલ 45 લોકોના સેમ્પલ લીધા હતા, ઉત્તર પ્રદેશના આરોગ્ય પ્રધાન સહિત તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જાણી જોઇને લોકોના જીવ જોખમમાં મુક્યા?

કનિકા પર જાણી જોઈએને લોકોના જીવ જોખમમાં મુકવાનો આરોપ છે. સરોજની નગર પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆર પ્રમાણે કનિકા 14 માર્ચના રોજ લખનઉ આવી હતી. પણ તેની પહોંચવાની ખરી તારીખ 11 માર્ચ છે. એફઆઈઆરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સિંગર સંક્રમણ સાથે જ લખનઉ એરપોર્ટ પહોંચી હતી. અલબત તે સમયે અહી રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે અગાઉ કોઈને અલગ-થલગ કરવાની કોઈ વ્યવસ્થા ન હતી. લખનઉ પોલીસ કમિશ્નર સુજીત પાંડેએ એફઆઈઆરમાં વિસંગતતાની વાતનો સ્વીકાર કર્યો છે.

અનેક લોકોના સંપર્કમાં આવી કનિકા

લખનઉમાં 11થી 17 માર્ચ સુધી ત્રણ પાર્ટીમાં સામેલ થયેલી કનિકા કપૂર Corona પોઝીટીવ નીકળી છે. તેમાંથી એક પાર્ટીમાં યુપીના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ પણ સામેલ હતાં. 15 માર્ચની પાર્ટીમાં બીજેપી સાંસદ દુષ્યંત સિંહ પોતાની મા અને રાજ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે સાથે સામેલ થયા હતાં. કનિકા આ દરમિયાન લખનઉની હોટલ તાજમાં પણ ઉપસ્થિત રહી હતી જેને આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવી છે.

જણાવવવામાં સિંગર કનિકા કપૂર 12 અને 13 માર્ચે કાનપુરમાં રોકાઇ હતી. કાનપુરમાં તે એક પાર્ટીમાં સામેલ થઇ હતી. આ ઉપરાંત પોતાના મામા વિપુલ ટંડનના કલ્પના એપાર્ટમેન્ટમાં ગૃહ પ્રવેશમાં સામેલ થઇ હતી. આ ખુલાસા બાદ સ્વાસ્થ્ય વિભાગની ટીમે કલ્પના ટાવરને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. કનિકા કપૂરના પરિવારજનોનો પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

એરપોર્ટ પરથી છુપાઇની નીકળી ગઇ કનિકા

આરોપ લાગી રહ્યાં છે કે કનિકા લખનઉના ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝાંસો આપીને ભાગી નીકળી અને અનેક લોકોના જીવ જોખમમાં મુકાઇ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે લંડનથી પરત ફર્યા બાદ તે બે પાર્ટીઓમાં સામેલ થઇ હતી. જો કે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કનિકાએ દાવો કર્યો છે કે, હું કોઇ પાર્ટીમાં નથી ગઇ. અમારા ઘરે ગેટ ટુગેધર હતુ, તેમાં તે સામેલ થઇ હતી. જેમાં ઘણાં ઓછા લોકો હાજર હતાં.

કનિકાએ જણાવ્યું કે તે પોતાના ઘરે પરત આવી હતી. એરપોર્ટ પર તેની પૂરતી ચેકિંગ તઇ હતી પરંતુ કોઇએ તેને 14 દિવસ માટે ઘરમાં રહેવા નથી કહ્યુ. કનિકાએ કહ્યું કે 3-4 દિવસ પહેલાં જ લક્ષણ સામે આવ્યાં હતાં, ત્યારે તેણે હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું.

Corona અંગે કનિકાએ આપ્યો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કનિકાએ પોતાના વતી સ્પષ્ટતા આપતા લખ્યુ હતુ કે, ‘મને છેલ્લા ચાર દિવસથી ફ્લૂ છે, મે મારી તપાસ કરાવી અને કોરોના પોઝિટિવ આવ્યુ છે. હું હાલમાં ક્વારન્ટીનમાંછું. ડૉક્ટરોની સલાહ પ્રમાણે, મારી સારવાર ચાલુ છે. હું જે લોકોના સંપર્કમાં આવી તેમને પણ જોવામાં આવી રહ્યા છે.

કનિકા કપૂરને હોસ્પીટલમાં કેવી રીતે રાખવામાં આવી છે ?

મને 10 દિવસ પહેલા એરપોર્ટ પર પણ સ્કેન કરવામાં આવી હતી, પરંતુ મને છેલ્લા 4 દિવસથી કોરોનાના લક્ષણ આવ્યા છે. હું બધાને વિનંતી કરુ છુ કે, આ સમયે વધારેમાં વધારે એકલા રહો અને કોરોના જેવા લક્ષણ લાગે તો, તરત જ પોતાના ટેસ્ટ કરાવો. અમે આ પરિસ્થિતિમાંથી નિકળી શકીએ છીએ, પરંતુ બધા સાથે મળીને સરકારની સલાહ મુજબ ચાલો અને પાલન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here