પ્રેગ્નન્સી દરમિયાન કેમિકલનાં સંપર્કમાં રહેવાથી બાળકોમાં ઑટિઝ્મ બીમારીનું જોખમ

0
1

જે મહિલાઓ ગર્ભાવસ્થામાં ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ જેમ કે મેટલ અથવા પેસ્ટિસાઈડના સંપર્કમાં આવે છે, તેમના બાળકો ઑટિઝ્મનો શિકાર થઇ શકે છે. હાલમાં થયેલા એક સર્વેમાં આ વાત ખબડ પડી છે. આ સર્વે સિમોના ફ્રેઝર યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું છે. કેનેડાની મહિલાઓમાં પ્રેગ્નન્સીનાં પહેલાં ત્રણ મહિના દરમિયાન બ્લડ અને યુરિનનાં સેમ્પલમાં 25 કેમિકલ્સ મળ્યા. પ્રેગ્નન્સી દરમિયાન કેમિકલનાં સંપર્કમાં રહેવાથી બાળકોમાં ઑટિઝ્મ બીમારીનું જોખમ રહે છે.

આ કેમિકલ્સ ગર્ભમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય પર નેગેટિવ અસર પડે છે. તેમાં મેટલ્સ, પેસ્ટિસાઈડ, પોલીક્લોરિનેટેડ બાઈફિનાઈલ્સ, થેલેટ્સ અને બીસ્ફેનોલ-એ સામેલ છે. પ્રેગ્નન્સી અને ડિલિવરી પછી બાળક પર આ કેમિકલની અસર જાણવા માટે કેનેડા દસ શહેરોની ટીમે સ્ટડી કરી. 2008થી 2011 દરમિયાન આ મહિલાઓના શરૂઆતના ત્રણ મહિનામાં સર્વે કરવામાં આવ્યો. ડિલિવરી પછી કેમિકલ્સની અસર બાળક પર દેખાઈ. 3થી 4 વર્ષના 600 બાળકો પર રિસર્ચ કરવામાં આવ્યું.

સંશોધકોએ બાળકોમાં ઑટિઝ્મની ગંભીર અસર જોઈ. આ બાળકોના યુરિન અને બ્લડ સેમ્પલમાં કેડમિયમ, લેડ અને થેલેટ્સનું પ્રમાણ વધુ દેખાયું. બાળકોના સ્વભાવમાં ફેરફાર અને ઑટિઝ્મનું કારણ આ કેમિકલ હતા. આ રિસર્ચ અમેરિકન જર્નલ ઓફ એપિડેમોલોજીમાં પબ્લિશ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here