રિતેશ દેશમુખ રસ્તાની વચ્ચે નખ કાપતો જોવા મળ્યો

0
3

કોરોનાની વચ્ચે પણ સ્ટાર્સ સાવચેતી સાથે શૂટિંગ કરી રહ્યાં છે. તાજેતરમાં જ રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા સાથે બાંદ્રામાં શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. નવાઈની વાત એ છે કે રિતેશ રસ્તાની વચ્ચે નખ કાપતો જોવા મળ્યો હતો.

ટીમ સાથે જોવા મળ્યો

રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા સાથે એક બ્રાન્ડના શૂટ માટે બ્રાન્દ્રામાં જોવા મળ્યો હતો. રિતેશ તથા જેનેલિયા પોતાની ટીમ સાથે ચાલતા હતા. આ સમયે રિતેશ રસ્તાની વચ્ચે બહુ જ ધ્યાનથી પોતાના નખ કાપતો હતો.

શૂટિંગ માટે જતાં રિતેશ-જેનેલિયાની તસવીરો

હાલમાં જ પત્ની સાથે હોળી મનાવી

રિતેશ તથા જેનેલિયાએ તાજેતરમાં જ હોળી સેલિબ્રેટ કરી હતી. જેનેલિયાએ વીડિયો પણ શૅર કર્યો હતો. રોમેન્ટિક વીડિયોમાં જેનેલિયા પહેલાં રિતેશ પર ફૂલો ફેંકે છે. પછી છેલ્લે રિતેશ પત્નીને રંગોથી રંગી નાખે છે. વીડિયો શૅર કરીને જેનેલિયાએ કહ્યું હતું, ‘કોવિડ 19ના પ્રતિબંધને જોતા તમારી રીતે તહેવારને ખાસ બનાવો. ભલે પછી સીમિત જ કેમ ના હોય, ભાવના જરૂરી છે. હેપી હોળી.’

હોળી દરમિયાન રિતેશ તથા જેનેલિયા

હોળી દરમિયાન રિતેશ તથા જેનેલિયા

જેનેલિયાને સ્કેટિંગ શીખતા સમયે ફ્રેક્ચર થયું

જેનેલિયા પોતાના બંને બાળકો માટે સ્કેટિંગ શીખતી હતી. સ્કેટિંગ શીખતા સમયે જેનેલિયાનું બેલેન્સ ના રહ્યું અને તે પડી ગઈ હતી. પડી જવાને કારણે એક્ટ્રેસના હાથમાં ફ્રેક્ચર થયું હતું. ફ્રેક્ચર થયા બાદ જેનેલિયાએ સો.મીડિયામાં વીડિયો શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે ક્યારેક ક્યારેક ઊંચે ઊડવા માટે પણ પડવું જરૂરી છે. તેને આનંદ છે કે તેણે પ્રયાસ કર્યો અને તે જ્યાં સુધી શીખી નહીં જાય ત્યાં સુધી પ્રયાસ કરતી રહેશે.

જેનેલિયાએ સો.મીડિયામાં ફ્રેક્ચર કેવી રીતે થયું તે અંગે વાત કરી હતી

જેનેલિયાએ સો.મીડિયામાં ફ્રેક્ચર કેવી રીતે થયું તે અંગે વાત કરી હતી

ગયા વર્ષે જેનેલિયાને કોરોના થયો હતો

ગયા વર્ષે ઓગસ્ટમાં જેનેલિયાને કોરોના થયો હતો. તે સમયે જેનેલિયાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે 21 દિવસ બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, ‘મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મારામાં કોરોનાના કોઈ લક્ષણો નહોતા. જોકે, ભગવાનની કૃપાથી હવે હું કોરોના નેગેટિવ છું. આ બીમારી સામે લડવું ઘણું જ સરળ રહ્યું પરંતુ એકલતાનો સામનો કરવો મુશ્કેલ હતો. હવે હું મારા પરિવાર સાથે છું અને ઘણી જ ખુશ છું. જલ્દી ટેસ્ટ કરાવો, સારું ભોજન લો, સ્વસ્થ રહો. આ જ રીતે આ રાક્ષસ સામે લડી શકાય તેમ છે.’

2012માં લગ્ન કર્યા

2003માં રિતેશ તથા જેનેલિયાએ ફિલ્મ ‘તુઝે મેરી કસમ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. 2012માં બંનેએ લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરાઓ રિયાન તથા રાહિલ છે. સો.મીડિયામાં જેનેલિયા તથા રિતેશ ઘણાં જ એક્ટિવ છે અને વીડિયો તથા તસવીર શૅર કરતાં રહેતાં હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here