રીતિકે સુઝાનને વેલેન્ટાઈન ડે પર ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું, 17 વર્ષ બાદ ડિવોર્સ થતાં એલિમનીમાં 380 કરોડ આપ્યા હતા

0
8

મુંબઈમાં કોરોના પ્રોટોકલ તોડતા રાત્રના મોડી સુધઈ પાર્ટી કરવાના કેસમાં ક્રિકેટર સુરેશ રૈના સહિત 27 સેલેબ્સ તથા 7 સ્ટાફ વિરુદ્ધ IPCની કલમ 188, 269 તથા 34 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. ક્લબમાં રીતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન તથા સિંગર ગુરુ રંધાવા સહિતના સેલેબ્સ હાજર હતા. સેલિબ્રિટિઝને તરત જ છોડી મૂકવામાં આવ્યા હતા પરંતુ તેમને છ વાગ્યા સુધી ક્લબમાં જ રહેવાનું કહેવામાં આવ્યું હતું.

આ અંગે સુઝાને ચોખવટ કરતાં કહ્યું હતું કે ધરપકડની વાત ખોટી છે અને આવું કંઈ જ થયું નહોતું. આ કેસમાં સુઝાનનું નામ આવતા જ તેની ચર્ચા થવા લાગી છે.

સુઝાન ઈન્ટીરિયર ડિઝાઈનર છે

સુઝાન ઈન્ટીરિયર તથા ફેશન ડિઝાઈનર છે. તેનો જન્મ 26 ઓક્ટોબર, 1978ના રોજ મુંબઈમાં થયો હતો. બોલિવૂડ એક્ટર સંજય ખાન તથા ઝરીન તેના પેરેન્ટ્સ છે. સુઝાનની બે મોટી બહેનો સિમોન તથા ફરાહ છે. નાનો ભાઈ ઝાયેદ ખાન છે.

સુઝાને 1995માં બુક્સ કોલેજ, USમાંથી ઈન્ટીરિયર ડિઝાઈનિંગની ડિગ્રી લીધી હતી. 2011માં તેણે શાહરુખ ખાનની પત્ની ગૌરીની સાથે કામ કરવાની શરૂઆત કરી હતી. મુંબઈમાં ચારકોલ પ્રોજેક્ટ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. આ ભારતનો પહેલો ઈન્ટીરિયર ફેશન ડિઝાઈનર સ્ટોર છે.

રીતિક સાથે લગ્ન

સુઝાન એક્ટર રીતિક રોશનની એક્સ વાઈફ છે. બંનેએ ચાર વર્ષના ડેટિંગ બાદ વર્ષ 2000માં લગ્ન કર્યાં હતાં. રીતિકે ટ્રાફિક સિગ્નલ પર સુઝાનને પહેલી જ વાર જોઈ હતી અને તેને પ્રેમ કરવા લાગ્યો હતો. ત્યારબાદ રીતિકે સુઝાનને શોધી અને વેલેન્ટાઈન ડે પર ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું. ડેટિંગ બાદ બંનેએ 20 ડિસેમ્બર, 2000ના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના છ વર્ષ બાદ 2006માં રેહાન તથા 2008માં રિદાનનો જન્મ થયો.

રીતિક-સુઝાનના ડિવોર્સ

રીતિક અને સુઝાનના લગ્નજીવનમાં શું ખોટું થયું તેની જાણ કોઈને નથી. 13 ડિસેમ્બર, 2013ના રોજ બંનેએ પોતાના 17 વર્ષ લાંબા લગ્નજીવનનો અંત લાવી દીધો હતો. એક નિવેદનમાં રીતિકે કહ્યું હતું, ‘સુઝાન તથા મેં 17 વર્ષ જૂના સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું છે. અમારા પરિવાર માટે આ ઘણો જ તણાવભર્યો સમય છે. હું મીડિયાને વિનંતી કરીશ કે તેઓ અમારી પ્રાઈવસીમાં દખલગીરી ના કરે અને પ્રાઈવસી બનાવીને રાખે.’

મીડિયા રિપોર્ટ પ્રમાણે, રીતિકે ડિવોર્સ બદલ સુઝાનને એલિમની તરીકે 380 કરોડ રૂપિયા આપ્યા હતા. જોકે, રીતિક તથા સુઝાને આ વાતને સ્વીકારી નથી. જોકે, તેમ છતાંય બંનેના ડિવોર્સને દેશના સૌથી મોંઘા ડિવોર્સ કહેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here