Friday, September 13, 2024
HomeગુજરાતGUJARAT : રાજકોટ સીનર્જી હોસ્પિટલ મંત્રી રાઘવજી પટેલના ની ખબર-અંતર પૂછવા પહોંચ્યા...

GUJARAT : રાજકોટ સીનર્જી હોસ્પિટલ મંત્રી રાઘવજી પટેલના ની ખબર-અંતર પૂછવા પહોંચ્યા રીવાબા જાડેજા……

- Advertisement -

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક પહેલા જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આજે રીવાબા જાડેજા રાજકોટની સિનર્જી હોસ્પિટલ પહોંચ્યા છે. રીવાબા જાડેજા મંત્રી રાઘવજી પટેલની ખબર-અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા છે.

રીવાબા રાજકોટની સિનર્જી હોસ્પિટલ પહોંચીને રાઘવજીના પરિવાર સાથે તેમની તબિયત અંગે ચર્ચા કરી હતી, તેમની ખબર અંતર પૂછ્યા અને રાઘવજી પટેલ વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. રીવાબાએ ભાજપના કાર્યકર્તાઓને રાઘવજીની તબિયત અંગે પ્રાર્થના કરવા માટે અપીલ કરી હતી. જ્યાં તેઓની સ્થિતિ સ્થિર હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. હાલ ICU માં તેમની સારવાર ચાલી રહી છે.

રાજ્યનાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગત રોજ જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તે દરમ્યાન રાત્રે અચાનક તેઓને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલના ડોક્ટર્સ સાથે વાત કરી હતી. રાઘવજી પટેલ સતત ડોક્ટર્સના ઓબઝર્વેશન હેઠળ છે. તેમજ હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. ન્યુરોસર્જન ર્ડા. સંજય ટીલાા સારવાર આપી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કન્સલ્ટ કરવામાં આવી રહ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular