રાજપીપળા : ગુજરાતમાં પહેલીવાર નર્મદામાં રિવર રાફ્ટિંગની સુવિધા, 1 સપ્ટેમ્બરથી પ્રવાસીઓને લાભ મળશે

0
33

રાજપીપળાઃ ગુજરાતના પ્રવાસીઓ રિવર રાફ્ટિંગનો રોમાંચ માણવા માટે રાજ્ય બહાર જતા હોય છે. પરંતુ ગુજરાતના રિવર રાફ્ટિંગના શોખીનો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી ખાતે રિવર રાફ્ટિંગની સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યમાં પહેલીવાર આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. જેનો લાભ પ્રવાસીઓને 1લી સપ્ટેમ્બરથી મળશે. આ સુવિધાનો પ્રારંભ કરાવતી વખતે રૂપાણીએ પ્રવાસીઓ આગામી દિવાળી કેવડિયામાં ઉજવે અને પ્રકૃતિ તથા સાહસિક પ્રવાસનનો આનંદ માણે તેવો અનુરોધ કર્યો હતો. આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે.

ખલવાણી ગામે સુવિધા શરૂ કરાઈ

આ સુવિધાનો પ્રારંભ નર્મદા નદીના કાંઠે આવેલા ખલવાણી ગામેથી કરવામાં આવ્યો છે. રિવર રાફ્ટિંગ 5 કિ.મી. વિસ્તારમાં હશે. જે ગોડબોલે ગેટથી સૂર્યકૂંડ સુધી હશે. રૂપાણીએ કહ્યું છેકે, આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતોની મદદથી કરવામાં આવ્યો છે. આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે, એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠો શીખશે. નદીના વળાંકોને લીધે રાફટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશે. આ જગ્યા જંગલોથી ઘેરાયેલી હોવાથી પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર પણ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here