બોલિવૂડ ડ્રગ્સ કેસ : NCB ઓફિસ પહોંચ્યા રિયા અને શોવિક ચક્રવર્તી, કોર્ટના આદેશ પર દર મહિનાના પહેલા સોમવારે હાજરી આપવાની છે.

0
0

ડ્રગ્સ કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલી રિયા ચક્રવર્તી તેના ભાઈ શોવિક સાથે એકવાર ફરી સોમવારે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) ઓફિસ પહોંચી. બંને ભાઈ-બહેન સાથે તેના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી પણ કારથી ઓફિસની બહાર પહોંચ્યા હતા. બંને રૂટિન હાજરી માટે NCB ઓફિસ પહોંચ્યા હતા. કોર્ટે બંનેને જામીન પર છોડવા દરમ્યાન શરત રાખી હતી કે તેમણે મહિનાના પહેલા સોમવારે NCB ઓફિસમાં હાજર થવાનું રહેશે.

અંદાજે અડધી કલાક NCB ઓફિસમાં રહ્યા બાદ બંને પોતાની કારમાં બેસીને ઘરે પરત ફર્યા. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેના મુંબઈ સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળ્યો હતો. આ કેસની તપાસ મુંબઈ પોલીસ, બિહાર પોલીસ, CBI, ED અને NCB દ્વારા કરવામાં આવી પણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે એક્ટરના મૃત્યુનું અસલી કારણ શું હતું. તપાસ દરમ્યાન NCBએ બોલિવૂડમાં ડ્રગ્સ રેકેટનો ખુલાસો કર્યો અને દીપિકા સહિત ઘણા એક્ટર્સને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

રિયાને 1 અને શોવિકને 3 મહિના પછી જામીન મળ્યા હતા

રિયા- શોવિકને પણ આ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા અને એક્ટ્રેસને એક મહિનો જેલમાં પણ રહેવું પડ્યું. ત્યારબાદ બોમ્બે હાઇકોર્ટે તેને જામીન આપ્યા હતા. શોવિકને ત્રણ મહિના પછી બોમ્બે હાઇકોર્ટે જામીન આપ્યા હતા. બંને પાસે એક બોન્ડ પણ કરાવવામાં આવ્યો હતો. જામીન આપવા સમયે કોર્ટે કહ્યું હતું કે દર મહિનાના પહેલા સોમવારે NCB ઓફિસ હાજરી આપવા જવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here