સાત મહિનામાં આટલીવાર વિદેશ ફરવા ગઈ રિયા ચક્રવર્તી, ટ્રાવેલ હિસ્ટ્રીની મદદથી થયો આ ખુલાસો

0
8

સુશાંતસિંહ રાજપૂતના કેસમાં રિયા ચક્રવર્તી દિવસેને દિવસે વધારે ફસાતી જાય છે. આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. ઇડી પણ રિયા ચક્રવર્તી પર સતત સવાલ ઉભા કરી રહી છે. હવે રિયા ચક્રવર્તીની ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી છે, જેમાં તેણે છેલ્લા સાત મહિનામાં ઘણીવાર વિદેશ યાત્રાઓ કરી છે તેવું સામે આવ્યું છે.

સાત મહિનામાં આટલા દેશ ફરી છે રિયા

એમ કહેવામાં આવી રહ્યું છે કે રિયા ચક્રવર્તી 10મી ઓગસ્ટ 2019થી 25 ફેબ્રુઆરી 2020 સુધી સાત વાર વિદેશ ગઈ હતી. રિયા યુરોપમાં ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લેન્ડ ગઈ હતી. આ સિવાય તે સુશાંતસિંહ રાજપૂત વિના દુબઇ પણ ગઈ હતી. તે ભારતમાં ગોવા પણ ફરવા ગઈ હતી.

ટ્રાવેલ હિસ્ટ્રી મુજબ રિયા ચક્રવર્તી મહારાષ્ટ્રથી ગોવા ઘણી વખત ફરવા માટે ગઈ હતી. સુશાંતના પરિવાર અને નજીકના મિત્રોએ કહ્યું હતું કે રિયા ચક્રવર્તીના આગમન પછી સુશાંતના ખર્ચમાં ઘણો વધારો થયો હતો. રિયા ચક્રવર્તીએ ઇડી અધિકારીઓને પૂછપરચમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર 2019માં જ્યારે બંને ઇટાલીના ફ્લોરેન્સમાં રજા માણવા ગયા હતા ત્યારે તેણે અભિનેતાની માનસિક બિમારી વિશે પ્રથમ વખત જાણ થઈ હતી.

રિયા ચક્રવર્તીનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રિયા શું ખરીદવા માગતી હતી તે વસ્તુઓની યાદી આપી રહી છે. આ યાદીમાં હોટલથી લઈને ટાપુઓ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here