સુશાંત સુસાઈડ કેસ : પોલીસ ફરિયાદ બાદ રિયા ચક્રવર્તીનું પહેલું રિએક્શન, રડતાં રડતાં કહ્યું- ભગવાન પર વિશ્વાસ, ન્યાય થશે

0
3

મુંબઈ. સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવતા રહે છે. સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં રિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદ બાદ પહેલી જ વાર રિયા ચક્રવર્તીની પ્રતિક્રિયા સામે આવી છે. રિયાએ એક વીડિયોમાં પોતાની વાત કહી હતી.

શું કહ્યું રિયાએ?

રિયાએ વીડિયોમાં કહ્યું હતું, મને ભગવાન તથા ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે. હું માનું છું કે મારી સાથે ન્યાય થશે. મીડિયામાં મારી વિરુદ્ધ બહુ જ ભયાનક વાતો થઈ રહી છે. જોકે, વકીલની સલાહને કારણે હું આ મુદ્દે કોઈ જ કમેન્ટ કરતી નથી. સત્યમેવ જયતે, સત્ય સામે આવશે.

https://www.instagram.com/p/CDTqQE7HApJ/?utm_source=ig_embed

સુશાંતની બહેન તથા મિત્રે રિયા પર આક્ષેપો કર્યા

બિહાર પોલીસ મહેશ શેટ્ટીના ખુલાસા બાદ તેને પ્રાઈમ વિટનેસ બનાવી રહી છે. મહેશે જણાવ્યું હતું કે તેણે સુશાંતને તેના પરિવાર સાથે વાત કરવાની સલાહ આપી હતી પણ એક્ટરે કહ્યું હતું કે રિયા તેને આવું કરવા દેશે નહીં. સુશાંતે મહેશને એવું પણ કહ્યું કે રિયા સતત તેનો ફોન ચેક કરતી રહે છે. ઉપરાંત રિયા અને તેની માતા ઇચ્છતા હતા કે તે તેની આખી ટીમ બદલી લે પણ આનાથી સુશાંત ખુશ નહોતો. સુશાંત સિંહ રાજપૂતની બહેન મિતુ સિંહે બિહાર પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિતુએ બિહાર પોલીસને એવું જણાવ્યું કે રિયાએ સુશાંતને પૂરી રીતે કંટ્રોલમાં કરી લીધો હતો અને ભૂત-પ્રેતની સ્ટોરી કહીને તેને ડરાવીને ઘર પણ બદલાવ્યું. તેની મંજૂરી મળ્યા બાદ જ સુશાંત તેના ઘરના લોકો સાથે વાત કરી શકતો હતો.

રિયા બહેનોને સુશાંતને મળવા દેતી ન હતી

મિતુના જણાવ્યા મુજબ, જ્યારે તે અને તેની બહેનો સુશાંતને મળવા જતી ત્યારે તેમને બિલ્ડિંગ નીચે જ ઘણા કલાક સુધી રાહ જોવડાવામાં આવતી. તેમને કહેવામાં આવતું કે સુશાંત ઘરે નથી. રિયા ઘરે આવે ત્યાં સુધી તેમને રાહ જોવી પડતી. મિતુના જણાવ્યા મુજબ રિયાને સુશાંતની બહેનો ત્યાં રહેતી એ જરા પણ ગમતું ન હતું. આ બાબતે તેના સુશાંત સાથે ઝઘડા પણ થતા રહેતા.

રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

બિહારમાં કેસ ફાઈલ થતા રિયા પર સુશાંતના પૈસા ખોટી રીતે વાપરવાનો અને તેની મેડિકલ ટ્રીટમેન્ટ સાથે ચેડાં કરવાના આરોપ લાગ્યા છે. તેના વિરુદ્ધ રિયાએ હાઇકોર્ટમાં યાચિકા ફાઈલ કરી છે જેમાં તેણે કહ્યું છે કે સુશાંતના પિતા કેકે સિંહે તેની વિરુદ્ધ ખોટો કેસ કર્યો છે. સુશાંત ડિપ્રેશનમાં હતો જેને કારણે તેણે આત્મહત્યા કરી છે.