રિયાનો જેલવાસ યથાવત : હવે 29 નવેમ્બરે રિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે, રિયાના વકીલે NCBની તપાસનો વિરોધ કરી માત્ર CBI તપાસનો આગ્રહ કર્યો

0
0

સુશાંત કેસમાં જ્યારથી ડ્રગ એન્ગલ સામે આવ્યો છે ત્યારથી માત્ર એ જ ચર્ચા છે કે રિયાએ પૂછપરછ દરમ્યાન NCBને બોલિવૂડના મોટા સ્ટાર્સનાં નામ જણાવ્યાં છે જે ડ્રગ્સ લે છે. પરંતુ રિયાના વકીલ સતીશ માનશિંદેએ આ વાતને નકારી દીધી છે. સતીશે કહ્યું કે ડ્રગ્સ કેસમાં રિયાએ કોઈનું નામ લીધું ન હતું. NCBના બધા દાવા ખોટા છે. રિયાની જામીન અરજી પરની સુનાવણી હવે 29 સપ્ટેમ્બરે થશે

NCB પાકિસ્તાન જઈને પકડે
CNN ન્યૂઝ 18ના ન્યૂઝ અનુસાર સતીશે કહ્યું કે જો NCB આવો કોઈ દાવો કરે છે કે રિયાએ નામનો ખુલાસો કર્યો છે તો તે હળાહળ જુઠાણું છે. રિયાએ NCB સામે કોઈ નામ નથી લીધાં. સતીશે એવું પણ કહ્યું કે NCBએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળ જઈને ડ્રગ પેડલર્સને પકડવા જોઈએ. તે કહે છે કે NCBએ અત્યાર સુધી જે પણ તપાસ કરી છે તે રિયા ચક્રવર્તી સાથે જોડી શક્યા નથી.

NCB ધ્યાન ખેંચવા માટે સમન્સ મોકલી રહી છે
સતીશે દાવો કર્યો કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને રિયા વિરુદ્ધ કોઈપણ ખોટા કામના પુરાવા મળ્યા નથી. NCB પાસે રિયાને ડ્રગ સિન્ડિકેટ સાથે જોડવાના કોઈ પુરાવા નથી. ચર્ચા દરમ્યાન સતીશે કહ્યું કે રિયા માત્ર સુશાંતના ઘરમાં રહેતી હતી, તે માટે તેને દોષી જાહેર કરી શકાય નહીં. બોલિવૂડ એક્ટર્સને સમન્સ મોકલવું આ મહામારીના સમયમાં માત્ર ધ્યાન ખેંચવા માટે કરવામાં આવી રહ્યું છે.

16 દિવસથી ભાયખલા જેલમાં કેદ રિયા ચક્રવર્તીએ જામીન માટે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમાં તેણે લખ્યું છે કે કસ્ટડી વધારવામાં આવશે તો તેની માનસિક સ્થિતિ બગડી શકે છે. બેલ એપ્લિકેશનમાં રિયાના વકીલે લખ્યું છે કે તેની ક્લાયન્ટ નિર્દોષ છે અને NCB જાણીજોઈને તેના પર ગંભીર આરોપ લગાવી રહી છે. તેમણે સેન્ટ્રલ એજન્સીઓ (NCB, CBI અને ED)ની તપાસને રિયા વિરુદ્ધ વિચહન્ટ ગણાવી છે.

એકમાત્ર સુશાંતને ડ્રગ્સ કન્ઝ્યુમર ગણાવ્યો
રિયા ચક્રવર્તીએ યાચિકામાં લખ્યું છે કે સુશાંત સિંહ એકમાત્ર ડ્રગ્સ કન્ઝ્યુમર હતો. તે તેના સ્ટાફ મેમ્બર્સ સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંતને ડ્રગ્સ ખરીદવા માટે કહેતા હતા. રિયાને એવો દાવો પણ કર્યો કે સેમ્યુઅલ અને દીપેશ સિવાય સુશાંતે તેનો અને તેના ભાઈ શોવિકનો પણ ઉપયોગ ડ્રગ્સ ખરીદવા માટે કર્યો હતો.

સુશાંતને બહેનોના ઈરાદા પર શંકા હતી?
રિયાએ યાચિકામાં એવો પણ દાવો કર્યો છે કે સુશાંતને તેની બહેનોના ઈરાદા પર શંકા હતી. તેણે લખ્યું કે સુશાંતને લાગતું હતું કે તેની બહેનોને તેની મેન્ટલ હેલ્થની ચિંતા જ નથી, પરંતુ તે તેના પૈસા પાછળ પડી હતી.

રિપોર્ટ્સ મુજબ રિયાએ યાચિકામાં લખ્યું છે, સુશાંત સતત તેના પરિવારના સંપર્કમાં હતો અને તેમને તેના ડિપ્રેશન વિશે કહી રહ્યો હતો. પરંતુ એક્ટરના પરિવારના સભ્યોને તેની ચિંતા ન હતી. નવેમ્બર 2019માં તેની ત્રણ બહેનો મુંબઈ આવી અને તેને કહ્યું કે તે તેને સારવાર માટે ચંદીગઢ લઇ જઈ રહી છે.

રિયાએ તેમના આ નિર્ણયમાં દખલબાજી ન કરી. પરંતુ તેને રાહત થઇ કે કમ સે કમ તેના પરિવારના સભ્યોએ તેની હેલ્થમાં રસ તો જતાવ્યો. જોકે, 26 નવેમ્બરે સુશાંતે રિયાને ફોન કર્યો અને કહ્યું કે તે ચંદીગઢ નહીં જાય. કારણકે તેને તેની બહેનોના ઈરાદા પર શંકા છે અને તેને લાગી રહ્યું હતું કે તેની બહેનો તેના પૈસા પાછળ પડી હતી.

માનશિંદેના જણાવ્યા મુજબ, સુશાંતની બહેનોને કારણે તેનું ડિપ્રેશન ટોચ પર પહોંચી ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here