સુશાંતના મોત બાદ વિવાદમાં આવેલી રિયાનો ચહેરો ‘ચેહરે’ પોસ્ટરમાંથી ગુમ : મિત્રે કહ્યું….

0
6

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ વિવાદમાં ઘેરાયેલી રિયા ચક્રવર્તી પબ્લિકના ગુસ્સાનો ભોગ બની હતી. આની સીધી અસર તેના કરિયર પર પડી છે. હાલમાં તો તેને એક પણ નવી ફિલ્મ ઓફર થતી નથી અને તેની પાસે જે ફિલ્મ હતી, તેમાં પણ તેના સીન એડિટ કરી નાખવામાં આવ્યા છે. ‘ચેહરે’માં રિયા ચક્રવર્તી કામ કરે છે. જોકે, દર્શકોની નારાજગી સહન ના કરવી પડે તે માટે ફિલ્મના પોસ્ટરમાંથી રિયા ગાયબ છે. ફિલ્મના પ્રોડ્યૂસરથી લઈ ડિરેક્ટર તથા ફિલ્મની ટીમે પણ આ અંગે કોઈ વાત કરી નથી. તેમની તરફથી કોઈ આ મુદ્દે વાત કરવા માગતું નથી.

હાલમાં જ આ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું
હાલમાં જ આ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું
રિયાએ સપનામાં પણ આવું વિચાર્યું નહોતું કે આવું થશે?
સ્પોટબોયના અહેવાલ પ્રમાણે, રિયા ચક્રવર્તીના મિત્રના હવાલેથી કહેવામાં આવ્યું છે, ‘રિયાએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેની સાથે આવું કરવામાં આવશે. 2020માં રિયાએ ઘણું જ સહન કર્યું હતું અને તે માંડ માંડ પોતાનું જીવન પાટે ચઢાવવાનો પ્રયાસ કરે છે. આ બધી વાતો તેને હેરાન કરશે. એવું લાગે છે કે બોલિવૂડમાં હજી પણ તેને સ્વીકારવામાં આવી નથી.’

 

પોસ્ટરમાં ફિલ્મના તમામ કલાકારો

થોડાં દિવસ પહેલાં જ ‘ચેહરે’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં અમિતાભ બચ્ચન, ઈમરાન હાશ્મી, અન્નુ કપૂર, ક્રિસ્ટલ ડિસોઝા, બંગાળી એક્ટર ધૃતિમાન ચેટર્જી છે. જોકે, રિયા પોસ્ટરમાં જોવા મળતી નથી. જ્યારે 2019માં રિયાએ આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું અને ફર્સ્ટ લુક પણ સો.મીડિયામાં શૅર કર્યો હતો.

ફિલ્મમાં રિયા ના હોય તેવી શક્યતા

બી ટાઉનમાં એવી ચર્ચા થઈ રહી છે કે રિયાને બદલે ક્રિસ્ટલ ડિસોઝાને લેવામાં આવી છે. ટ્રેડ પંડિતો તથા સિને ઈતિહાસકારોએ કહ્યું હતું કે આ પહેલીવાર નથી, જ્યારે કોઈ એક્ટરનો ચહેરો તથા નામ પોસ્ટરમાંથી ગાયબ છે. ફિલ્મમાં હવે રિયા ના હોય તેવી શક્યતા વધુ છે. કારણ સ્પષ્ટ છે કે હજી પણ જનતા રિયાના વિરોધમાં છે. જનતાની નારાજગીને કારણે કોઈ પણ એક્ટરને સ્ક્રીનટાઈમમાંથી ગાયબ કરી દેવામાં આવે છે.

2019માં રિયાએ ફિલ્મમાં પોતાનો લુક સો.મીડિયામાં શૅર કર્યો હતો
2019માં રિયાએ ફિલ્મમાં પોતાનો લુક સો.મીડિયામાં શૅર કર્યો હતો

 

28 વર્ષ પહેલાં એ કે હંગલની સાથે આમ થયું હતું

28 વર્ષ પહેલાં એ કે હંગલ સાથે ફિલ્મ ‘રૂપ કી રાની ચોરો કા રાજા’માં આવું જ થયું હતું. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં મુંબઈમાં પાકિસ્તાન એમ્બેસીએ પાકિસ્તાન દિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેમણે એ કે હંગલને નિમંત્રણ આપ્યું હતું. તેઓ ત્યાં ગયા પણ હતા. બીજા જ દિવસે ન્યૂઝપેપરમાં આ વાતની ચર્ચા કરવામાં આવી હતી. બાળ ઠાકરે સુધી આ વાત જ્યારે પહોંચી તો તેમણે એ કે હંગલનો વિરોધ કર્યો હતો અને તેમની ફિલ્મનો બોયકોટ કરવાનું ફરમાન જાહેર કર્યું હતું. પ્રોડ્યૂસર બોની કપૂરે તરત જ નિર્ણય કર્યો કે એ કે હંગલનો ચહેરો પોસ્ટરમાં બતાવવામાં આવશે નહીં. આટલું જ નહીં ફિલ્મમાં તેમનો ચહેરો દેખાશે નહીં. ટેકનિકની મદદથી ચહેરો પડદાં પર દેખાયો નહોતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here