Thursday, September 23, 2021
HomeRJDની ગુગલીથી કોંગ્રેસ ચિંતામાં, સાંજ સુધી સ્થિતિ સ્પષ્ટ કરે નહીં તો એકલા...
Array

RJDની ગુગલીથી કોંગ્રેસ ચિંતામાં, સાંજ સુધી સ્થિતિ સ્પષ્ટ કરે નહીં તો એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર રહે

બિહારમાં આરજેડીએ કોંગ્રેસને અલ્ટીમેટમ આપી બેઠકની વેહેંચણી અંગે સાંજ સુધીમાં સ્થિતિ સ્પષ્ટ કરવાનું સૂચન કર્યુ. આજેડીએ જણાવ્યું કે, કોંગ્રેસ આઠ બેઠક પર ચૂંટણી લડવા રાજી થાય અથવા કોંગ્રેસ એકલા હાથે લોકસભાની ચૂંટણી લડે. આજે કોંગ્રેસ બેઠકની સ્થિતિ સ્પષ્ટ નહીં કરે તો આરજેડી પોતાના ઉમેદવારની યાદી જાહેર કરશે.

બિહારમાં કોંગ્રેસ બાદ આરજેડી ડાબેરીઓના સંપર્કમાં છે. મળતી માહિતી મુજબ આરજેડીએ પટનામાં ડાબેરીઓ સાથે બેઠક કરવા માટે એક હોલ પણ બુક કરાવ્યો છે. આ પહેલા તેજસ્વી યાદવે કોંગ્રેસને અહંકારી ગણાવી હતી.

બિહારમાં આરજેડી કોંગ્રેસને આઠ બેઠક આપવા તૈયાર છે. જ્યારે કોંગ્રેસ 11 અને રાલોસપા પાંચ બેઠકની માગ કરી રહી છે. જેથી બિહારમાં કોંગ્રેસ અને આરજેડી વચ્ચે બેઠકની વહેંચણી અંગે ઘમાસાણ શરૂ થયુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments