RJD ચીફ લાલુને શ્વાસ લેવામાં તકલીફ, નિમોનિયાના લક્ષણ પણ જોવા મળી રહ્યાં

0
6

ઘાસ કૌભાંડમાં જેલની સજા ભોગવેલા લાલુ યાદવની તબિયત અચાનક બગડી છે. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. નિમોનિયાના લક્ષણ પણ જોવા મળી રહ્યાં છે. રાંચીના રિમ્સમાં લાલુની કોરોનાની તપાસ માટે એન્ટિજન ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે.

લાલુની તબિયત બગડવાની સુચના પર રિમ્સના ડાયરેક્ટર વિવેક કશ્યપ, જેલ આઈજી અને જેલ અધિક્ષક રિમ્સના પેઈંગ વોર્ડ પહોંચ્યા, જ્યાં લાલુની સારવાર ચાલી રહી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

રિમ્સ પહોંચ્યા સ્વાસ્થય મંત્રીએ કહ્યું- સાફ સફાઈ જોવા આવ્યો છું

સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા પણ રિમ્સ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કહ્યું કે તેઓ સુરક્ષા અને સફાઈની સમીક્ષા કરવા આવ્યા હતા. લાલુ યાદવ સાથે તેમની મુલાકાત થઈ ન હતી. લાલુની તબિયત અંગે સવાલ કરવામાં આવતા બન્ના ગુપ્તાએ કહ્યું કે તે અંગે કોઈ જ જાણકારી નથી.

25 ટકા જ કામ કરે છે લાલુની કિડની

ડોકટરે ઉમેશ પ્રસાદના જણાવ્યા મુજબ લાલુ યાદવની કિડની 25% જ કામ કરે છે. પહેલાની તુલનાએ 10% ઘટાડો થયો છે. જો 10-12 વધુ ખરાબ થશે તો લાલુને ડાયાલિસિસની જરૂર પડશે. બે વર્ષ સુધી ઈન્સ્યુલિન અને ડોકટર્સની નજર હેઠળ કિડનીએ યોગ્ય કામ કર્યું પરંતુ હવે ફરીથી તેમની કિડની વધુ ખરાબ થઈ ગઈ છે. લાલુ પ્રસાદને ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટની બીમારી, ક્રોનિક કિડની ડિઝીઝ (સ્ટેજ થ્રી) જેવી બીમારીઓની સારવાર કરાવી રહ્યાં છે.

અઢી વર્ષથી RIMSમાં દાખલ છે લાલુ

લાલુ ઝારખંડની સૌથી મોટી હોસ્પિટલ RIMSમાં સૌથી વધુ દિવસ સુધી સારવાર કરાવનાર દર્દીમાંથી એક છે. તેઓ અહીં અઢી વર્ષથી દાખલ છે. રિમ્સ આવતા પહેલાં તેઓ AIIMSમાં દાખલ હતા. 29 ઓગસ્ટ 2018નાં રોજ લાલુને રિમ્સની કાર્ડિયોલોજી બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. કાર્ડિયોલોજી વિભાગમાં શ્વાનના ભસવાના અવાજથી પરેશાન થયા બાદ તેઓને 5 સપ્ટેમ્બરે રિમ્સના પેઈંગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. 5 ઓગસ્ટ 2020નાં રોજ RJD સુપ્રીમને કોવિડ સંક્રમણના ડરથી રિમ્સના કેલી બંગલામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

જો કે અહીંથી તેઓને ગત વર્ષે 26 નવેમ્બરે પેઈંગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. જેલ અધિક્ષકે આ કાર્યવાહી ઝારખંડ હાઈકોર્ટમાં લાલુ જામીન અરજીની સુનાવણીના એક દિવસ પહેલાં જ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here