બિહાર ચૂંટણી : ભાજપના સંકલ્પપત્ર પર RJD નેતાએ કર્યો કટાક્ષ, કહ્યું – કોરોનાની રસી દેશની, ભાજપની નથી…

0
6

બિહારમાં વિધાનસભાની ચૂંટણીને ભારે રસકસ જામી છે. સત્તાધારી તેમજ વિપક્ષાપાર્ટીઓ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. ભાજપ દ્વારા રજૂ કરાયેલા સંકલ્પપત્રમાં કોરોનાની રસી મફતમાં આપવાની વાત કહી છે. ત્યારે આ મામલે RJD નેતા તેજસ્વી યાદવે કટાક્ષ કર્યો છે. તેમણે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કોરોનાની રસી દેશની, ભાજપની નથી.

તેજસ્વી યાદવે કહ્યું કે, “ભાજપ પાસે ચેહરો નથી, નાણામંત્રી દ્રારા વિઝન ડૉક્યુમેન્ટ જાહેર કરવામાં આવી રહ્યાં છે એટલે તેમની પાસે કોઈ ચેહરો નથી. નાણામંત્રીને પૂછો કે બિહારને સવા લાખ કરોડનું પેકેજ ક્યારે અને કઈ રીતે મળશે. પૂછો કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો કેમ નથી મળ્યો.. ક્યારે મળશે ?”

નાણામંત્રી નિર્મલા સીતારણે બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલ સહિત અન્ય નેતાઓની હાજરીમાં વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યુ હતું. ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા ઘોષણા પત્રમાં 5 સૂત્ર, 1 લક્ષ્ય, 11 સંકલ્પનો વાયદો કરવામાં આવ્યો છે. પાર્ટીએ સરકાર બનવા પર સમગ્ર બિહારમાં ફ્રી કોરોના રસી આપવાની તથા 10 લાખ નોકરી આપવાનો વાયદો કર્યો છે.

બિહારમાં ભારતીય જનતા પાર્ટી જેડીયુ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. જેડીયુ તરફથી પહેલા જ સાત નિશ્ચયની વાત કરાઈ છે અને એનડીએનું એક જોઈન્ટ વિઝન ડોક્યુમેન્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એનડીએની સરકાર બનશે તો પણ નીતિશકુમાર જ મુખ્યમંત્રી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here