વિકાસનો માર્ગ:​​​​​​​વૈષ્ણોદેવી સર્કલમાં ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બંને બનશે, SG હાઇવે અને SP રિંગ રોડના ટ્રાફિકનું ભારણ ઘટશે

0
0

  • ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો મોટા ભાગનો ટ્રાફિક SP રિંગ રોડ પરથી વૈષ્ણોદેવી સર્કલ જ આવતો હોવાથી ટ્રાફિકની સમસ્યા રહે છે
  • દિલ્હી-ગુડગાંવ હાઇવેની જેમ ફાસ્ટ અને લોકલ ટ્રાફિક માટેની અલગ અલગ લેન તૈયાર કરવામાં આવશે

અમદાવાદના SG હાઇવે પર ગાંધીનગરથી સરખેજ સુધી જવા હાલ જે એક કલાકનો સમય થાય છે એ જુલાઇ 2021 પછી માત્ર 20 મિનિટનો થઈ જશે. રૂ.867 કરોડના ખર્ચે 44 કિલોમીટરનો આ રોડ 10 લેન બનશે અને ટોલ ફ્રી રહેશે, એમાં પણ ગાંધીનગર અને અમદાવાદને જોડતા વૈષ્ણોદેવી સર્કલ ખાતે ટ્રાફિકનું ભારણ ઘટાડવા ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બંને બનશે.

ટ્રાફિકનું ભારણ જોઈને અંડરબ્રિજ પણ બનશે
આ અગાઉ વૈષ્ણોદેવી સર્કલ પાસે માત્ર ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે આ ટ્રાફિકનું ભારણ જોઈને અંડરબ્રિજ પણ બનશે. અગાઉ વૈષ્ણોદેવી સર્કલ પર SG હાઈવેના ટ્રાફિક માટે ઓવરબ્રિજ બનાવવાનો હતો, પરંતુ SP રિંગ રોડ પર ઉત્તર અને મધ્ય ઉપરાંત સૌરાષ્ટ્રનો પણ ટ્રાફિક રહેતો હોવાથી ત્યાં ભારણ વધી રહ્યું છે, જેથી ઓવરબ્રિજની સાથે નીચે અંડરબ્રિજ માટે ડિઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે.

અડાલજ નર્મદા કેનાલ પરના હયાત બ્રિજને છ લેનમાં ફેરવાશે
આવનારા સમયમાં આ સર્કલની આસપાસ વસતિની ગીચતા વધશે ત્યારે સ્થાનિક અને હેવી ટ્રાફિકનું ભારણ વધી શકે છે, આથી રિંગ રોડના ટ્રાફિકને અંડરબ્રિજથી, SG હાઈવેના ટ્રાફિકને ઓવરબ્રિજથી અને લોકલ ટ્રાફિકને સર્ફેસથી મેનેજ કરવા આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વૈષ્ણોદેવી સર્કલ નજીક ખોરજ-ખોડિયાર રેલવે, અડાલજ નર્મદા કેનાલ પરના હયાત બ્રિજને છ લેનમાં ફેરવાશે. ખોડિયાર ક્ધટેનર ડેપો અને અદાણી શાંતિગ્રામ ક્રોસ રોડ એમ બે સ્થળે લોકલ ટ્રાફિક માટે અંડરપાસ પણ બનશે.

આ પ્રોજેક્ટમાં કુલ 11 અન્ડરપાસ-ફ્લાઇ ઓવરબ્રિજ આકાર લેશે
અમદાવાદ- ગાંધીનગરને જોડતા નેશનલ હાઈવેના ચિલોડાથી સરખેજ વચ્ચેના 44.2 કિલોમીટરમાં 867 કરોડના ખર્ચે વિસ્તરણકાર્ય ચાલુ છે. દિલ્હી-ગુડગાંવ હાઈવેની તર્જ પર ફાસ્ટ મૂવિંગ અને લોકલ ટ્રાફિક અલગ લેન કોન્સેપ્ટથી SG હાઈવે પર 27 મોટાં, 57 નાનાં જંકશનોએ રોડ ક્રોસિંગનો અંત આવશે. વૈષ્ણોદેવી સર્કલે વધુ એક અંડરપાસનો ઉમેરતાં ક્યાંય વાહન ઊભું રાખવું પડશે નહીં. આ પ્રોજેક્ટમાં કુલ 11 અન્ડરપાસ-ફ્લાઇ ઓવરબ્રિજ આકાર લેશે. સોલા ભાગવતથી ઝાયડ્સ જંકશન વચ્ચે 4.18 કિમીનો એલિવેટેડ હાઈવનું કામ ચાલુ છે. વૈષ્ણોદેવી સર્કલ જંકશન થતાં થ્રી-લેયર સિસ્ટમ થશે. સરખેજ ગાંધીનગર હાઈવેમાં હાલના વૈષ્ણોદેવી સર્કલે ઓવરબ્રિજ બનતાં બંને તરફથી આવતા ટ્રાફિકને નોન-સ્ટોપ રસ્તો મળશે. ઝુંડાલ સર્કલથી ઓગણજ સર્કલના રિંગ રોડનો ટ્રાફિક વૈષ્ણોદેવી સર્કલે નીચે અંડરપાસથી સડસડાટ આવાગમન કરી શકશે. વૈષ્ણોદેવી સર્કલને ફરતે રહેણાક વિસ્તાર, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓના ટ્રાફિકને થલતેજની જેમ સર્ફેસ પર ચારે દિશાઓ માટે રસ્તો મળશે.

SG હાઇવે પર 3000થી વધારે મોટી ટાઉનશિપો આવેલી છે
SG હાઇવે ઉપર સૌથી વધુ ટ્રાફિક વૈષ્ણોદેવી ક્રોસ રોડ ઉપર રહે છે. આ સર્કલને ફરતે 700 મીટરની ત્રિજ્યામાં નિરમા યુનિવર્સિટી, એસજીવીપી, હીરામણિ જેવી શૈક્ષણિક સંસ્થા છે. પ્રાઈવેટ હોસ્પિટલ અને 3000થી વધારે આવાસો ધરાવતી મોટી ટાઉનશિપો આવેલી છે. એટલું જ નહીં, નજીકમાં જ સરદાર ધામ, શ્રી ઉમિયા માતાજીનું દેવસ્થાન આકાર લઈ રહ્યું છે, આથી ભવિષ્યમાં સ્થાનિક ટ્રાફિક વધે તેવી સ્થિતિમાં ફરીથી રિંગ રોડને સમાંતર બીજા ઓવરબ્રિજના વિકલ્પે અંડરબ્રિજ બાંધવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here