નમસ્તે ટ્રમ્પ : રસ્તાઓ સવારના 8થી બંધ, મોટેરા, ભાટ-કોટેશ્વર અને ઈન્દિરાબ્રિજ વિસ્તારના રહીશોએ ચાલીને જવું પડશે

0
33
  • બપોરે 12 વાગ્યા પછી મોદી-ટ્રમ્પ આવશે પણ રસ્તાઓ સવારના 8થી બંધ
  • કોઈપણ વ્યક્તિ વાહન લઈને રોડ પર અવર જવર કરી શકશે નહીં
  • સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અવર જવર કરી શકશે 
  • ટ્રમ્પના કાર્યક્રમમાં 2800 બસ, 4 હજાર ફોર-વ્હિલર અને 5 હજાર ટુ-વ્હિલરના પાર્કિંગ માટે વ્યવસ્થા કરાઇ

અમદાવાદ: ટ્રમ્પ અને PM મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેથી અમદાવાદ પોલીસે ટ્રમ્પ અને મોદીના ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લઈ ટ્રાફિક માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે સામાન્ય લોકો માટે મુશ્કેલી ઉભી કરશે. ટ્રમ્પ અને મોદી બપોરે 12 વાગ્યે શહેરમાં આવવાના છે. પરંતુ પોલીસે સુરક્ષાના નામે સવારના 8 વાગ્યાથી જ 7 રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે. જેની સામે 4 વૈકલ્પિક માર્ગ આપ્યા છે. જેથી સાબરમતી જનપથ હોટલથી મોટેરા ગામ સુધી, ભાટ રોડથી કોટેશ્વર અને મોટેરાના રોડ, ઈન્દિરાબ્રિજથી એરપોર્ટ સુધીના પર આવેલી સોસાયટી અને ફ્લેટના રહીશોએ સવારે 8 વાગ્યાથી ક્યાંય પણ જવું હશે તો ચાલીને જ જવું પડશે. ટ્રમ્પના કાર્યક્રમમાં 2800 બસ, 4 હજાર ફોર-વ્હિલર અને 5 હજાર ટુ-વ્હિલરના પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રતિબંધિત રોડ પર એક તરફનો રોડ માત્ર ચાલવા માટે ખુલ્લો રખાશે
ટ્રાફિકના જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ વાહન લઈને રોડ પર અવર જવર કરી શકશે નહીં. પ્રતિબંધિત રોડ પર એક તરફનો રોડ માત્ર ચાલવા માટે ખુલ્લો રાખવામાં આવશે. કોઈપણ વ્યક્તિએ રોડ પર વાહન લઈ જઈ શકશે નહીં એટલે કે જો તમારે ઓફિસ જવું હોય તો સવારે 7 વાગ્યે જતું રહેવું પડશે. સામાન્ય રીતે જ્યારે કોઈ VVIP અથવા કાર્યક્રમને લઈ રોડ બંધ રાખવાના હોય છે ત્યારે તે રોડ રસ્તા કાર્યક્રમના બે કલાક પહેલાં જ બંધ રાખવામાં આવે છે. પરંતુ ટ્રમ્પ અને મોદી બપોરે 12 વાગ્યા પછી રસ્તા પરથી પસાર થવાના છે તો પણ સવારે 8 વાગ્યાથી રસ્તા બંધ કરી દેવામાં આવશે .

જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી
જો કે કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો અને ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનોને તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર જવર કરનારને આ સૂચના લાગુ પડશે નહીં. આ જાહેરામાનું ઉલ્લંઘન કરનારને ભારતીય ફોજદારી ધારા કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનારને અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતા ખાસ, સંયુક્ત અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી લઈ પોલીસ કોન્સ્ટેબલને ફરિયાદ માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

પ્રતિબંધિત માર્ગ અને વૈકલ્પિક માર્ગ
જનપથ ત્રણ રસ્તાથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડન્સી ત્રણ રસ્તા થઈ મોટેરા ત્રણ રસ્તા સુધીનો માર્ગ, ન્યૂ સી.જી.રોડ સર્કલથી સંગાથ મોલથી મોટેરા સ્ટેડિયમ તરફનો માર્ગ, કોટેશ્વર ત્રણ રસ્તાથી સોમનાથ ફાર્મ થઈ કૃપા રેસિડન્સી સુધીનો માર્ગ, દેવર્ષ ફ્લેટ ત્રણ રસ્તાથી શરણ સ્ટેશન થઈ આસારામ આશ્રમ ચાર રસ્તાથી ક્લબ હાઉસ સુધીનો માર્ગ અને એસ.પી.રિંગ રોડ ઉપરના એપોલો સર્કલથી ભાટ કોટેશ્વર ચાર રસ્તા સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કર્યો છે. જેના વિકલ્પરૂપે એપોલો સર્કલ થઈ તપોવન સર્કલથી વિસત ત્રણ રસ્તાથી ONGC ચાર રસ્તાથી જનપથ ત્રણ રસ્તા સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે. મોટેરા ત્રણ રસ્તાથી થઈ રિંગ રોડ ઉપર તરફ અવર-જવર કરી શકાશે.

પ્રતિબંધિત માર્ગ અને વૈકલ્પિક માર્ગ
નોબલ ત્રણ રસ્તાથી ઈન્દિરા બ્રિજ સર્કલથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ અને શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ પણ પ્રતિબંધિત જાહેર કર્યો છે. આ માર્ગે જનારા લોકોએ નોબલ નગર ત્રણ રસ્તાથી નાના ચિલોડા રિંગ રોડ તરફ તથા ગેલેક્સ અન્ડર બ્રિજ તરફ અને નરોડા પાટીયા તરફ અવર જવર કરી શકાશે. તેમજ શાહીબાગ ડફનાળાથી ઘેવર સર્કલ તરફ તથા શાહીબાગ અન્ડર બ્રિજ તરફ અવર જવર કરી શકાશે.

આશ્રમ તૈયાર પણ ટ્રમ્પ તૈયાર નથી
જગ્યા સમથળ કરાઈ: 
ગાંધીજીની પ્રતિમાના રેમ્પની આસપાસની જગ્યા પાંચ દિવસ પહેલાં માટી નાખી સમથળ કરવામાં આવી હતી.
માટી ઢાંકવા ગ્રીન નેટ: રેમ્પની બાજુની જગ્યાએ પૂરવામાં આવેલી માટીને ઢાંકવા માટે છેક નવસારીથી ગ્રીન નેટ લાવવામાં આવી છે.
ટ્રમ્પ માટે સ્ટેજ: હૃદય કુંજની સામેના ભાગે રિવરફ્રન્ટ દેખાય તે રીતે ત્રણ અલગ અલગ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
PM લોન્જ માટે AC: પીએમ માટે લોન્જ રૂમ તૈયાર કરવા સૂચના અપાઈ હતી. આ પહેલા ગ્રીન રૂમ પાછળ એસી લગાવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here