જેતપુર : પછાત વિસ્તારમાં રોડ રસ્તા પાણી અને સફાઈની સમસ્યાઓને પ્રશ્ને મહિલાઓ દ્વારા નગરપાલિકામાં ધરણા.

0
3

જેતપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા પછાત વિસ્તારોમાં બિસ્માર થયેલ રોડ નવા બનાવવા અને પાણી બાબતે નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યા હાલના થતા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપી મહિલાઓ ઉપવાસ પર બેસી ગયા હતા.

બાઈટ : શારદાબેન વેગડા, નગરપાલિકા  સદસ્ય : મહિલાઓ દ્વારા નગરપાલિકામાં ધરણા

જેતપુર નગરપાલિકા દ્વારા શહેરના અમુક રોડ વર્ષમાં ચાર ચાર બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના મહિલા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી શહેરના પછાત વિસ્તારો જેવા કે, જનકલ્યાણી કે જ્યાં માલધારીઓની વસાહત છે. ત્યાં અને મુરાદશા દરગાહ જવાનો રોડ તેમજ નરસંગ ટેકરીનો આગળનો રોડ વિસ્તાર અસ્તિત્વ આવ્યો ત્યારથી અત્યાર સુધી ત્યાં કયારેય પાકા રોડ બનાવવામાં જ નથી આવ્યા.

બાઈટ : અશ્વિન ગઢવી, નવાગઢ ચીફ ઓફિસર, જેતપુર

 

હજુ પણ કાચા ધૂળિયા રસ્તા જ છે. ભાદર ડેમ આખો ભર્યો છે. કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. પરંતુ અહીંના વિસ્તારોને છતે પાણીએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે નરસંગ ટેકરી ઉંચાઈ ઉપર આવેલો વિસ્તાર છે. અને પાલિકા દ્વારા ઓછા દબાણથી પાણી આપવામાં આવતું હોવાથી પૂરતા ઘરોમાં પાણી પણ નથી આ પહોંચતું. આમ નિરાકરણ બાબતે કોંગ્રેસ મહિલા સદસ્ય સાથે તે વિસ્તારની મહિલાઓ ધરણાં ઉપર ઉતર્યા હતા..

 

રિપોર્ટર : ફારૂક મોદન, CN24NEWS, જેતપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here