ભુજ: શહેરના હોસ્પિટલ રોડ પર સ્થિત એક જ્વેલર્સના શો-રૂમ ધરાવતી વ્યક્તિને ફેસબુક પર યુવતી સાથેની દોસ્તી ભારે પડી છે. ફેસબુક દ્વારા ફ્રેન્ડશીપ બાદ બંને વચ્ચે મેસેન્જર થકી વાતચીત થતી બાદમાં મોબાઈલ નંબરની આપ-લે થતાં વીડિયો કોલ થતાં જેમાં જ્વેલર્સને યુવતી અને તેના મળતીયાઓ દ્વારા લૂંટી મારી નાંખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોઁધાઈ છે.
મારી નાખવાની ધમકી સહિતની ફરિયાદ
ફેસબુક પર થયેલી દોસ્તી બાદ સિમરન ખાન નામની મહિલાએ જ્વેલર્સની સાથે ઘનિષ્ઠતા વધારી હતી. બાદમાં છેક તેના શો-રૂમ સુધી પહોંચીને મદદના નામે નાણા માગ્યા હતા. નાણા માંગવાનો સિલસિલો જારી રહ્યો હતો. બાદમાં છેક શો-રૂમ આવીને અન્ય સાગરિતો સાથે કર્મચારીઓની હાજરીમાં રૂપિયા પડવાતા દોઢ મહિને લૂંટ, છેતરપિંડી અને ધમકીને પગલે જ્વેલર્સે ફરિયાદ નોંધાવી હતી.
ફેસબુકની અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટથી છેતરપિંડી શરૂ
ભુજના જ્વેલર્સને ફેસબુક પર સિમરન ખાન નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા તેણે સ્વીકારી હતી. બાદમાં બંને વચ્ચે મેસેન્જરથી વાતચીત શરૂ થઈ હતી. મેસેન્જર પર એકબીજાના નંબરની આપલે બાદ વોટ્સએપ પર વોઈસકોલથી વાતચીત શરૂ થઈ હતી. ચોથી મેએ સિમરન જ્વેલર્સ શો-રૂમ પહોંચીને હાજીપીર જવા 3 હજાર લઈ ગઈ હતી. તે સમયે તેણે અન્ય યુવતી સાથે પરિચયની ઓફર કરેલી પણ તેણે નકારી હતી.
પતિએ સિમરન પર હુમલો કર્યાનું સાગરિત જ્વેલર્સને કહ્યું
જ્વેલર્સને થોડા દિવસ પછી અલ્તાફ નામનો ઈસમ મળવા ગયો હતો. સિમરનની તારી સાથેના વોટ્સએપ કોલના કારણે તેના પતિએ તેને છરી મારી દીધી હતી તેમ કહી હોસ્પિટલમાં સારવાર માટે નાણાં માગ્યા હતા. બાદમાં અલ્તાફે વારંવાર માંગતો હતો અને એક દિવસ ફરી શો-રૂમ જઈને જ્વેલર્સને લાફો મારી બદનામ કરવાની ધમકી આપીને જતો રહ્યો હતો.
પ્રેસની યુવતીને લઈને ઈસમ ગયો
13મી મેએ સવારે 12 વાગ્યાના અરસામાં અલ્તાફ અને હફિજા પઠાણ નામની યુવતીને ગયો હતો. યુવતી પ્રેસમાં હોવાનું જણાવીને સમાચાર માધ્યમ અને સોશિયલ મીડિયામાં સિમરન સાથેની વાતચીતને વાઈરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં કર્મચારીઓની હાજરીમાં 70 હજાર પડાવી લીધા હતા. જેને પગલે તેણે બી ડિવિઝનમાં ફરિયાદ કરવા દોડી ગયો હતો અને અરજી કરી હતી. પોલીસે દરમિયાનગીરી કરીને નાણાં પરત કરાવ્યા હતા. પરંતુ બદનામીના ડરે ફરિયાદ ન કરતા ફરી 28 મેએ અલ્તાફ ધમકી આપી 30 હજાર પડાવ્યા હતા.
સવા મહિને ફરિયાદ
28મી મેએ અલ્તાફ 30 હજાર પડાવ્યાના એક સવા મહિના બાદ જ્વેલર્સે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓના સાચા નામ કે સરનામા સહિતની વિગતો જણાવી નથી પરંતુ તેમના મોબાઈલ નંબર આપ્યા છે.
Array
લૂંટ : યુવતીએ FB પર ફ્રેન્ડશીપ કરી ભુજના જાણીતા જ્વેલર્સ પાસે નાણાં ખંખેર્યા, કંટાળી ફરિયાદ નોંધાવી
- Advertisement -
- Advertisment -