અમદાવાદ : થલતેજમાં ધોળાદિવસે લૂંટ, ઘરમાં ઘૂસી યુવકને બંધક બનાવી ચલાવી લૂંટ

0
8

અત્યાર સુધીમાં અનેક દુકાનોમાં કે ઘરોમાં ચોરી થઇ હોવાની ઘટનાઓ સામે આવી હતી. હવે લોકડાઉન બાદ અમદાવાદ શહેરમાં તસ્કરો એટલા બેફાન બન્યા છે ખુલ્લેઆમ ચાકૂ, બંદુક બતાવી લૂંટ ચલાવી રહ્યા છે. તાજેતરમાં વસ્ત્રાપુરમાં એક રાતમાં લૂંટના બે બનાવો બન્યા હતા. દેશી તમંચો બતાવી બદમાશોએ લૂંટ ચલાવી હતી. બે દિવસ પહેલા ચાલું એકટિવામાં યુવતીનો મોબાઇલ છીવની ચોરો ભાગી ગયા હતા. ત્યારે હવે શહેરમાં બેફામ બનેલા લૂંટારૂઓની વધુ એક લૂંટની ઘટના સામે આવી છે.

થલતેજ વિસ્તારમાં અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ગયા અને છરી બનાવીને લૂંટ ચલાવી હતી. થલતેજ વિસ્તારમાં આવેલ સોમવીલા સોસાયટીમાં રહેતા અને જીસીએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ભવ્ય દરજીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, બપોરના બે વાગ્યાની આસપાસ તેના ઘરે હાજર હતો તે દરમિયાન અજાણ્યા શખ્શો છરી લઈને તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણે પહેલા બ્રેસલેટ તેમજ વીંટી લૂંટી લીધી હતી. બાદમાં ઘરમાં ઘૂસી ફરિયાદીને બંધક બનાવી લૂંટ ચલાવી હતી.

ઘટનાની વિગત મુજબ, થલતેજ વિસ્તારમાં આવેલ સોમવીલા સોસાયટીમાં રહેતા અને જીસીએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ભવ્ય દરજી બપોરના સમયે ઘરે હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સો ઘરમાં ધસી આવ્યા હતા. શખ્સોએ છરી બતાવીને બ્રેસલેટ તેમજ વીંટી લૂંટી લીધી હતી.

જો કે બાદમાં આરોપી ફરિયાદની તેની માતા પિતાના રૂમમાં લઇ ગયો હતો કબાટમાંથી રૂપિયા બે લાખ કાઢી લાવવા માટે માંગ કરી હતી. જો કે ફરિયાદીએ જણાવ્યું કે, કબાટની ચાવી તેના માતા-પિતા લઇ ગયા છે. જેથી આરોપીએ ધમકી આપી કે જો રૂપિયા નહી આપે તો ચપ્પુ મારશે. ત્યાર બાદ આરોપીઓએ તેને ધક્કો મારી બેટ પર ઉંધો સુવડાવીને ચાર્જિંગ કેબલથી તેનો હાથ બાંધી દીધો હતો. પગમાં સેલોટેપ મારી દીધી હતી. કબાટ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે નહીં તુટતા ટેબલ પર પટેલ ચાંદીની વાટકી ગ્લાસ સહિતની વસ્તુઓ લઇને નાસી છુટ્યા હતા.

ડોક્ટરનાં ઘરની નજીક બે આઇપીએસ અધિકારીઓ પણ રહે છે. તેથી આ સોસાયટી ખુબ જ હાઇપ્રોફાઇલ હોવા છતા આરોપીએ જે પ્રકારે લૂંટ ચલાવી તે જોતા લોકોનાં મનમાં પોલીસ પ્રત્યે હવે કોઇ જ ડર રહ્યો નથી. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here