Friday, April 26, 2024
Homeઅયોધ્યા: નિર્ણય પહેલા રામ જન્મભૂમિ પર વિવાદિત પોસ્ટ કરવા પર રોક
Array

અયોધ્યા: નિર્ણય પહેલા રામ જન્મભૂમિ પર વિવાદિત પોસ્ટ કરવા પર રોક

- Advertisement -

અયોધ્યા રામ જન્મભૂમિ કેસ અંગે આગામી નિર્ણયને જોતા જિલ્લા વહીવટી તંત્ર સાવચેત બન્યું છે. નિર્ણય પૂર્વે એક મોટું પગલું ભરતાં વિવાદિત પોસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવાદિત પોસ્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાજપના નેતાની વિવાદિત પોસ્ટ મુકવા પર એફઆઈઆર નોંધવામાં આવી છે.

યુપી તંત્ર અયોધ્યા કેસના નિર્ણય પહેલા કોઈ પણ પ્રકારનું વિવાદ ઇચ્છતું નથી. આવી સ્થિતિમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદને લગતી વિવાદિત પોસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ્સ પોસ્ટ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજકુમાર ઝાએ સોમવારથી રામ મંદિર જમીન વિવાદથી સંબંધિત સોશિયલ મીડિયા મેસેજ અને પોસ્ટરો પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે જિલ્લામાં કોઈ વિવાદિત પોસ્ટર આવે તો નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular