રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 50* રનની ભાગીદારી કરી

0
13

ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે 9 ઓવરમાં વિના વિકેટે 61 રન કર્યા છે. શિખર ધવન અને રોહિત શર્મા બેટિંગ કરી રહ્યા છે. માર્ક વુડ દ્વારા નાખવામાં આવેલી ઇનિંગ્સની સાતમી ઓવર મેડન હતી.

કેપ્ટન તરીકે કોહલીની 200મી ઇન્ટરનેશનલ મેચ

કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ ત્રણેય ફોર્મેટમાં મળાવીને 200મી ઇન્ટરનેશનલ મેચ છે. તે આ સિદ્ધિ મેળવનાર વર્લ્ડનો આઠમો અને ભારતનો ત્રીજો કેપ્ટન છે. વર્લ્ડમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ 332 મેચમાં કપ્તાની કરી છે.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી

ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ભારત સામેની ત્રીજી વનડેમાં પુણે ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે. ટોમ કરનની જગ્યાએ માર્ક વુડ રમી રહ્યો છે. જ્યારે ભારતે પણ પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. કુલદીપ યાદવની જગ્યાએ ટી-નટરાજન રમી રહ્યો છે. શ્રેણી 1-1ની બરાબરી પર છે. આજે મેચ જીતનાર ટીમ સીરિઝ પોતાના નામે કરશે.

ભારતની પ્લેઈંગ 11:

શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને પ્રસિદ્વ કૃષ્ણ

ઇંગ્લેન્ડની પ્લેઈંગ-11:

જેસન રોય, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ડેવિડ મલાન, જોસ બટલર (કેપ્ટન/ વિકેટકીપર), લિયમ લિવિંગ્સ્ટોન, મોઇન અલી, સેમ કરન, માર્ક વુડ, આર. ટોપ્લે અને આદિલ રાશિદ

ટ્રોફી સાથે ઇંગ્લિશ કેપ્ટન જોસ બટલર અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી.

ટ્રોફી સાથે ઇંગ્લિશ કેપ્ટન જોસ બટલર અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી.

નંબર ગેમ

1. ભારત વનડે શ્રેણી હારવાની હેટ્રિક લગાવવાથી બચવા માગશે. આ પહેલાંની બંને શ્રેણી ટીમ ઇન્ડિયાએ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાએ 2-1થી અને ન્યૂઝીલેન્ડે 3-0થી હરાવ્યા હતા.

2. શિખર ધવન 6 હજાર રનના માઈલસ્ટોનથી 90 રન દૂર છે. તે આ સિદ્ધિ મેળવી તો 6 હજાર રન કરનાર 10મો ભારતીય બેટ્સમેન બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here