ક્રિકેટ : રોહિત શર્મા દુબઈની ક્રિકેટ એકેડમી ‘ક્રિક કિંગડમ’નો બ્રાન્ડ એમ્બેસડર બન્યો, અહીં ખેલાડીઓને ઓનલાઈન કોચિંગ મળશે

0
11

ભારતીય વનડે ટીમનો ઉપકપ્તાન રોહિત શર્મા દુબઈની ક્રિકેટ એકેડમી ‘ક્રિક કિંગડમ’નો બ્રાન્ડ એમ્બેસડર બન્યો છે. કોરોનાવાયરસના કારણે વિશ્વની લગભગ બધી સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ્સ રદ્દ અથવા સ્થગિત કરવામાં આવી છે. તેવામાં આ એકેડમી વાયરસ સમાપ્ત થાય તે પછી ઓનલાઈન કોચિંગ ઉપલબ્ધ કરાવશે. આ પ્લેટફોર્મ પર ઘણા સ્ટુડન્ટ્સ, કોચ, એકેડમી અને અન્ય સંસ્થાઓ જોડાય શકે છે. આ એકેડમીમાં મુંબઈના મીડીયમ પેસર ધવલ કુલકર્ણી મેન્ટર છે. રોહિતે 32 ટેસ્ટમાં 2141, 224 વનડેમાં 9115 અને 108 T-20માં 2773 રન બનાવ્યા છે. તે વનડેમાં 3 બેવડી સદી ફટકારનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન છે.

એકેડમીએ રોહિતનું સ્ટેટમેન્ટ રિલીઝ કરતા કહ્યું કે, “ક્રિકકિંગ્ડમ આધુનિક વૈજ્ઞાનિક તાલીમ પદ્ધતિઓ સાથે મહાન ખેલાડીઓને બનાવવા માટે પરંપરાગત પદ્ધતિઓને જોડવા માંગે છે. તેઓ દરેક પાસાને વ્યવસાયિક બનાવવા માંગે છે.”

ઓનલાઇન પ્લેટફોર્મ પર 20થી વધુ કોચ ઉપલબ્ધ છે

આ પ્લેટફોર્મ પર, તમામ બેઝિક વસ્તુઓની સાથે કોચ, મેદાન અથવા નેટની બુકિંગ સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. અહીં ઓછામાં ઓછા 20 કોચ છે, જેમણે જુનિયર કક્ષાએ ઘણું કામ કર્યું છે. તેમાંથી કેટલાક પ્રદીપ ઇંગાલે, પરાગ મડકાઇકર, સુભાષ રંજને અને પ્રથમેશ સાલુન્કે જેવા અનુભવી કોચ છે. અહીં ચાર વર્ગ 5થી 8 વર્ષ, 8થી 13 અને 13થી વધુની ઉંમર અને તે ઉપરાંત ક્લબ અને એલીટ સ્તરના ક્રિકેટર્સ માટે કોચિંગ સુવિધા ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here