આઈસીસી વિશ્વકપ 2019માં ટીમ ઈંન્ડિયાએ શનિવારે શ્રીલંકા સામે 7 વિકેટે જીત મેળવવી હતી અને પોઈન્ટ ટેબલમાં નંબર વન રહેતા લીગ રાઉન્ડનો અંત કર્યો. આ મેચમાં રોહિત શર્માએ આ વિશ્વકપની 5મી સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિતે 14 ચોક્કા અને 2 છક્કાની મદદથી 103 રન ફટકાર્યા હતા. સામે છેડે રહેલા કે એલ રાહુલે પણ વિશ્વકપની પહેલી સદી ફટકારતા 111 રન કર્યા હતા. શ્રીલંકા સામે જીત મેળવ્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફેરેન્સમાં ટીમ ઈંન્ડિયાને શુભકામનાઓ પાઠવી. આ સાથે રોહિત શર્માને જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીનાં જન્મ દિવસની શુભકામનાઓ આપવા માટે કહેવામાં આવ્યુ ત્યારે તેનો રોહિતે એક અલગ જ અંદાજમાં જવાબ આપ્યો.
વિશ્વકપ 2019 ટૂર્નામેન્ટનાં સ્ટાર બેટ્સમેન બનેલા રોહિત શર્માને જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીનાં જ્ન્મ દિવસ પર સવાલ પુછવામાં આવ્યો ત્યારે રોહિત શર્માએ કહ્યુ કે, ‘હેપ્પી બર્થ ડે આ જ તો બોલવામાં આવે છે. હજુ ખબર નથી અમે માન્ચેસ્ટરમાં જઇશું કે બર્મિંઘમ, જો આ વચ્ચે તે ડ્રાઇવમાં કેક કપાશે તે ફોટો અમે આપને આપીશું.’ આપને જણાવી દઇએ કે, રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ સદી ઠોકી હતી અને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા. ભારતે આ મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યુ અને શનિવારે રમવામાં આવેલી બીજી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયા 10 રનોથી દક્ષિણ આફ્રિકા સામે હારી ગયુ હતુ. જે પછી પોઈન્ટ ટેબલ પર ભારત નંબર વન પર પહોચી ગયુ હતુ.
સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડથી થશે. મેચ માનચેસ્ટરમાં 9 જુલાઈનાં રોજ રમાશે. વળી ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે થશે, જે બર્મિંઘમમાં રમાવાની છે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાએ ભારત વિરુદ્ધ 50 ઓવરમાં સાત વિકેટ પર 264 રન બનાવ્યા હતા, જવાબમાં ભારતે 43.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 265 રન બનાવી મેચ પોતાના નામે કરી હતી. મેચમાં રોહિતે 103 જ્યારે કે એલ રાહુલે 111 રન બનાવ્યા હતા.