Thursday, August 5, 2021
No menu items!
HomeIND vs SA : રોહિત શર્માએ ટેસ્ટમાં પ્રથમ બેવડી સદી ફટકારી, 212...
Array

IND vs SA : રોહિત શર્માએ ટેસ્ટમાં પ્રથમ બેવડી સદી ફટકારી, 212 રને આઉટ

 

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટાકરી છે. રોહિતને ભારતીય ટેસ્ટ ટીમમાં ઓપનર તરીકેનું સ્થાન મળ્યા બાદ તેણે પોતાની દમદાર બેટિંગની મદદથી ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે વર્તમાન સીરિઝમાં રોહિતે પોતાની ત્રીજી સદી ફટકારી હતી. અગાઉ રોહિતનો ટેસ્ટમાં વ્યક્તિગત 177 રનનો હાઈએસ્ટ સ્કોર હતો. વેસ્ટ ઈન્ડિઝ સામે રોહિતે 177રનો સર્વોચ્ચ સ્કોર કર્યો હતો.રોહિત શર્મા સતત બીજા દિવસે પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં રમી રહ્યો છે અને સિક્સર સાથે બેવડી સદી ફટકારી છે. જો કે રબાડાની ઓવરમાં તે એનગીડીના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. રોહિતે ટેસ્ટમાં 212 રનનો પોતાનો હાઈએસ્ટ સ્કોર કર્યો છે.

આ સાથે જ સોહિત શર્મા ટેસ્ટમાં એક જ સીરિઝમાં 500થી વધુ રન કરનાર પાંચમો ભારતીય ઓપનર બન્યો છે. અગાઉ વિનુ માંકડ, બી કુંદરન, સુનિલ ગાવસ્કર (5 વાર) અને વિરેન્દ્ર સહેવાગ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. જ્યારે રોહિત શર્મા વન-ડે અને ટેસ્ટ મેચ બન્ને ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યો હતો.

બીજીતરફ અજિંક્ય રહાણેએ પણ સદી (115) ફટકારી હતી. રહાણે લિન્ડેની ઓવરમાં વિકેટકીપર ક્લાસેનના હાથે કેચ આઉટ થયો હતો. પ્રથમ દિવસે ભારતીય ટીમના ત્રણ પ્લેયર્સને ઝડપથી આઉટ કર્યા બાદ રોહિત અને રહાણે સદી ફટકારતા ભારતને સન્માનજક સ્કોર સુધી પહોંચ્યું હતું. રોહિત બાદ રહાણેએ પણ લડાયક સદી ફટકારી હતી. રહાણેની ટેસ્ટ કારકિર્દીની 11મી સદી રહી હતી.દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ ભારતે 2-0થી જીતી લીધી છે. રાંચીમાં રમાઈ રહેલી ટેસ્ટમાં આફ્રિકાએ ટીમમાં પાંચ જેટલા ફેરફાર કર્યા હોવા છતા કોઈ ખાસ પ્રદર્શન જણાયું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments