Monday, October 25, 2021
Homeરોહિત શર્માનો ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સમાવેશ : સંજુ સેમસનને તક.
Array

રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સમાવેશ : સંજુ સેમસનને તક.

મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન તથા ભારતીય ક્રિકેટ ટીમના ધુઆધાર ઓપનર રોહિત શર્માના ચાહકો માટે સારા સમાચાર છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતીય ટીમમાં રોહિત શર્માનો સમાવેશ કરાયો છે. ઈજાને કારણે અગાઉ તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો પરંતુ તે આઈપીએલમાં મેદાને ઉતરી જતા ક્રિકેટ બોર્ડે નિર્ણય બદલ્યો હતો.ક્રિકેટ બોર્ડની જાહેરાત પ્રમાણે રોહિત શર્માનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો છે. વનડે તથા ટી20 ટીમમાં આરામ આપવામાં આવ્યો છે.

ક્રિકેટ બોર્ડે ઈજાને ધ્યાને રાખીને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતીય ટીમમાં અન્ય કેટલાક બદલાવ પણ કર્યા છે. મિસ્ટ્રી બોલર ગણાતા વરુણ ચક્રવર્તીને પણ ઈજાના કારણે બહાર કરવામાં આવ્યા છે. વનડે ટીમમાં બીજા વિકેટકીપર તરીકે સંજુ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટી20 ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, કે.એલ.રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડયા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચહર તથા ટી.નટરાજન.

વન-ડે ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગીલ, કે.એલ.રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડયા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, ચહલ, કુલદીપ યાદવ, બુમરાહ, શમી, સૈની, શાર્દુલ ઠાકુર, સંજુ સેમસન.

ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પુજારા, રહાણે, હનુમા વિહારી, શુભમન ગીલ, રિદ્ધીમાન સાહા, રિષભ પંત, બુમરાહ, શમી, ઉમેશ યાદવ, સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન તથા મોહમ્મદ સિરાજ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments