Friday, December 3, 2021
Homeરોહિત શર્માનો ઓસ્ટ્રેલિયામાં પણ થશે ફિટનેસ ટેસ્ટ, BCCIએ જણાવ્યો પ્લાન
Array

રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયામાં પણ થશે ફિટનેસ ટેસ્ટ, BCCIએ જણાવ્યો પ્લાન

ભારતીય ટીમનો ઓપનર રોહિત શર્માને નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)એ ફિટ જાહેર કરી દીધો છે, પરંતુ આ દરમિયાન BCCIનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયા ગયા બાદ પણ રોહિત શર્માની ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ જ બાકી બે મેચોમાં રમવા પર નિર્ણય લેવામાં આવશે. બોર્ડે તેની ફિટનેસને લઈને જાહેર કર્યું છે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા ક્યારે જશે, તેને લઈને હાલમાં બોર્ડ તરફથી કંઈ પણ કહેવામાં આવ્યું નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા આવનારા એક-બે દિવસમાં ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થશે.

ઓસ્ટ્રેલિયા પહોંચીને તેને કોરોના પ્રોટોકોલ હેઠળ 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. BCCIના જણાવ્યા અનુસાર રોહિતે આ દરમિયાન હોટલમાં ફિટનેસને લઈને શું કરવાનું છે તેનો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ક્વોરેન્ટાઇન પૂરું થયા બાદ મેડિકલ ટીમ તેની ફિટનેસ જોશે, ત્યારબાદ જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ રમવા પર નિર્ણય લેવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં થનારી ટેસ્ટમાં રમી શકે છે. તે 7 જાન્યુઆરીથી શરૂ થશે.

BCCIના જણાવ્યા અનુસાર, હેમસ્ટ્રિંગ ઇન્જરી બાદ રોહિત શર્મા NCAમાં ટ્રેનિંગ કરી રહ્યો હતો. તેની આ ઇન્જરી IPLની એક મેચ દરમિયાન થઈ હતી. BCCIએ પોતના એક નિવેદનમાં કહ્યું છે કે NCAની મેડિકલ ટીમ રોહિતની ફિટનેસને લઈને પૂરી રીતે સંતુષ્ટ છે. રોહિતનું NCAમા બેટિંગથી લઈને ફિલ્ડિંગ અને રનિંગ દરેક જગ્યાએ ટેસ્ટ કરવામાં આવ્યું. મેડિકલ ટીમે તેને સતત ફિટનેસ પર કામ કરવા માટે કહ્યું છે. રોહિતની ઇન્જરીને લઈને પાછલા દિવસોમાં ખૂબ હોબાળો મચ્યો હતો. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં કહ્યું હતું કે, તેને રોહિત શર્માની ઇન્જરીને લઈને અંધારામાં રાખવામાં આવ્યો. તેણે એમ પણ કહ્યું હતું કે, રોહિત ઓસ્ટ્રેલિયા કેમ ન આવ્યો તેને લઈને પણ કોઈ જાણકારી નથી. ત્યારબાદ BCCIએ નિવેદન જાહેર કરીને રોહિત શર્માની ઇન્જરીને લઈને સફાઇ આપવી પડી હતી.

ભારતીય ટીમમાં ‘હિટમેન’ તરીકે ઓળખતો રોહિત શર્માને ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની એક મેચ દરમિયાન હેમસ્ટ્રિંગની ઇજા થઈ હતી, ત્યારબાદ રોહિત શર્મા કેટલીક મેચોમાં રમી ન શક્યો, પરંતુ તે ફાઈનલમાં રમ્યો, તો બધાને લાગ્યું હતું કે હવે રોહિત ફિટ છે, IPL બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ અને રોહિત શર્મા UAEથી બેંગલોર પરત ફર્યો હતો અને તેની ફિટનેસ પર NCAમાં કામ કરી રહ્યો હતો. રોહિત શર્માને લઈને એ સમયે ખૂબ ચર્ચા ચાલી રહી હતી. હવે NCAએ તેને ફિટ જાહેર કરી દીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments