Wednesday, October 20, 2021
Homeસ્પોર્ટ્સટૂંક સમયમાં રોકા સેરેમની : ક્રિકેટર દીપક ચહર સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન જયાને...

ટૂંક સમયમાં રોકા સેરેમની : ક્રિકેટર દીપક ચહર સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન જયાને ડેટ કરતો હોવાની ચર્ચા

 

બોલિવૂડ અને ક્રિકટનું કનેક્શન અવારનવાર જોવા મળે છે. ઘણાં બોલિવૂડ સેલેબ્સે ક્રિકેટર્સ સાથે લગ્ન કર્યા છે. હવે ક્રિકેટર દીપક ચહર ‘બિગ બોસ 5’ના સ્પર્ધક સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન જયાને ડેટ કરતો હોવાની ચર્ચા છે. દીપક ચહર પોતાની બોલિંગ માટે જાણીતો છે. દીપક ચહર IPLની ટીમ ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમે છે.

દુબઈ જતાં પહેલાં રોકા સેરેમની કરશે
હવે ચર્ચા છે કે દીપિક અને જયા એકબીજાને ડેટ કરે છે. બંને આ સંબંધો અંગે ઘણાં ગંભીર છે. બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરી શકે છે. ઇટાઇમ્સના અહેવાલ પ્રમાણે, દીપિક તથા જયાની રોકા સેરેમની ટૂંક સમયમાં યોજાશે. IPLની મેચ પહેલાં બંને સગાઈ કરી શકે છે. જયા પણ દીપક સાથે દુબઈ જાય તેવી પૂરી શક્યતા છે.

સિદ્ધાર્થ બહેન તથા માતા સાથે
સિદ્ધાર્થ બહેન તથા માતા સાથે

સિદ્ધાર્થની બહેન
મોડલ તથા VJ (વીડિયો જોકી) સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન જયા છે. સિદ્ધાર્થ ‘સ્પ્લિટ્સવિલા 2’નો વિનર રહી ચૂક્યો છે. તેણે આ શો સાક્ષી પ્રધાનની સાથે જીત્યો હતો. સિદ્ધાર્થે ‘બિગ બોસ’ની પાંચમી સિઝનમાં ભાગ લીધો હતો. તે શોમાં સેકન્ડ રનર-અપ રહ્યો હતો. આ ઉપરાંત સિદ્ધાર્થે ‘ખતરો કે ખિલાડી 6’માં પણ ભાગ લીધો હતો.

માલતી ચહર
માલતી ચહર

દીપકની બહેન પણ મોડલ
દીપક ચહરની બહેન માલતી ચહર મોડલ તથા એક્ટ્રેસ છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, 2020માં દીપક ચહરને બાંગ્લાદેશ વિરુદ્ધ બેસ્ટ ગેમ રમવા બદલ ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ T20 પર્ફોર્મન્સ ઓફ ધ યરનો અવોર્ડથી સન્માનિત કર્યો હતો.

ટીમ સાથે મુલાકાત કરાવી છે
સૂત્રોના મતે દીપિકે જયાની પોતાની ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરાવી છે. જયા દિલ્હીની છે અને તે કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments